નવી દિલ્લીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જનધન ખાતાઓમાં બહુ મોટી ગરબડનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે બિટકૉઈન કૌભાંડના આરોપીઓએ જનધન ખાતાઓને હેક કર્યા છે અને દરેક ખાતામાંથી 2 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ હિસાબે કૌભાંડની કુલ રકમ 6000 કરોડ રૂપિયા છે. કુમારસ્વામીએ કહ્યુ છે, 'મને જણાવવામાં આવ્યુ છે કે જન ધન ખાતાઓનુ હેકિંગ થયુ. દરેક અકાઉન્ટમાંથી 2 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, મને ખબર નથી આમાં કેટલી સચ્ચાઈ છે પરંતુ આ સાચુ હોય તો લગભગ 6000 કરોડ રૂપિયાની હેરાફેરી આ અકાઉન્ટમાંથી કરવામાં આવી છે.'
ભારત સહિત ઘણા દેશોમાં બિટકૉઈનને નથી માન્યતા
કુમારસ્વામીએ ભાજપની સરકાર પર આ હેરાફેરીને છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે ભાજપ સરકાર આ ગરબડને કવર અપ કરવાની કોશિશમાં છે. તમને જણાવી દઈએ કે બિટકૉઈન એક ક્રિપ્ટો કરન્સી છે જેને ભારત સહિત ઘણા દેશોમાં હજુ કાનૂની માન્યતા મળી નથી પરંતુ તેમછતાં આ કરન્સીનો ધંધો જોરદાર થઈ રહ્યો છે. જો કે, કર્ણાટકમાં પ્રકાશમાં આવેલ બિટકૉઈન કૌભાંડે રાજ્યને સરકારને ચોંકાવી દીધી છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે આ કૌભાંડમાં ઘણી પ્રભાવશાળી નેતાઓ શામેલ છે.
9 કરોડના બિટકૉઈન સાથે પકડાયો વ્યક્તિ
તમને જણાવી દઈએ કે શહેરના એક હેકર શ્રી કૃષ્ણ ઉર્ફે શ્રીકીને 9 કરોડ રૂપિયાના બિટકૉઈન સાથે પકડવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ પર સરકારી પોર્ટલોને હેક કરવા, ડાર્ક નેટના માધ્યમથી ડ્ર્ગ્સનુ સોર્સિંગ કરવા અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી આના માટે ચૂકવણી કરવાનો પણ આરોપ લાગ્યો છે. કર્ણાટકમાં બિટકૉઈન કૌભાંડને લઈને કોંગ્રેસ પાર્ટી સતત ભાજપ પર હુમલા કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેનુ કહેવુ છે કે બિટકૉઈન કૌભાંડના કારણે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પોતાનુ પદ ગુમાવી બેસશે. ભાજપ સરકાર આ વખતે પણ ત્રીજા મુખ્યમંત્રીને જોશે જેવુ 2008-13માં જોવામાં આવ્યુ હતુ.