વિવાદ પુસ્તકમાં હિંદુત્વને લઈને લખાયેલા એક વાક્ય પર સર્જાયો છે. ભાજપ અને વિહિપ સાથે જોડાયેલા કેટલાક નેતાઓનો આરોપ છે કે પુસ્તકમાં હિંદુત્વના વર્તમાન આમુખની તુલના જેહાદી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે.
સલમાન ખુર્શીદનો દાવો છે કે તેમણે પુસ્તકમાં 'હિંદુ ધર્મ'ને નહીં પણ 'હિંદુત્વ'ને આતંકવાદી સંગઠનો સાથે જોડ્યું છે. પુસ્તકમાં હિંદુ ધર્મ વિશે ઘણું સારું લખ્યું છે. લોકોએ આખું પુસ્તક વાંચવું જોઈએ.
https://twitter.com/salman7khurshid/status/1458423294097461248
સલમાન ખુર્શીદનું પુસ્તક અયોધ્યાવિવાદ અને સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પર છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને સારો ચુકાદો ગણાવતા તેમણે લખ્યું છે કે આ કોર્ટ આ નિર્ણય સુધી કેવી રીતે પહોંચી.
પુસ્તક લખવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કરતાં તેમણે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "લોકો એવું માનતા હતા કે ચુકાદો આવતા 100 વર્ષ લાગશે. પછી લોકોને લાગ્યું કે આ ચુકાદો બહુ જલદી આવી ગયો. હવે જ્યારે આ ચુકાદો આવી ગયો છે અને બહુ લાંબો ચુકાદો આપ્યો છે."
"મેં 1500 પાનાં વાંચ્યાં અને પછી ફરી વાંચ્યાં અને સમજવાનો પ્રયાસ કર્યો. પણ લોકો તો આ ચુકાદાને વાંચ્યા વિના જ પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. કેટલાક કહેતા હતા - તમે મસ્જિદ ન બનવા દીધી તે મને ન ગમ્યું, કેટલાકે કહ્યું કે મને એ સારું ન લાગ્યુ કે તમે મંદિર બનવા દીધું."
"પણ ચુકાદાને કોઈએ વાંચ્યો નથી, સુપ્રીમ કોર્ટે શું કર્યું? શા માટે કર્યું? કેવી રીતે કર્યું? એ સમજ્યા જ નથી. એટલે ચુકાદાને સમજાવવાની મારી જવાબદારી બને છે. મારો આ કોર્ટ સાથે નાતો છે. ચુકાદામાં ભૂલ છે કે નહી તે લોકોને બતાવું. મેં માની લીધું કે આ સારો નિર્ણય લેવાયો છે."
"આજે દેશની જે પરિસ્થિતિ છે તેની પર મલમ લગાવવાનો આ એક માર્ગ છે. અને આવી ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે."
https://twitter.com/BJP4India/status/1458694475090313217
સલમાન ખુર્શીદ ભારતના કાયદામંત્રી અને વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે.
આ સંદર્ભમાં તેમનું પુસ્તક અને તેમાં કરાયેલી ટિપ્પણીઓ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તો વિશેષ મહત્ત્વની બની જાય છે.
ભાજપ આ સમગ્ર મામલામાં જશ ખાટવા મથી રહ્યો છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાને કોર્ટનો નિર્ણય ગણાવીને વધુ મહત્ત્વ ન આપવાનો પ્રયાસ કરી રહી છે.
પુસ્તકનો 'વિવાદાસ્પદ ભાગ' છઠ્ઠુ પ્રકરણ "ધ સેફ્રોન સ્કાય"નો ભાગ છે, જેમાં અંગ્રેજીમાં એક વાક્ય લખવામાં આવ્યું છેઃ "Sanatan Dharma and classical Hinduism known to sages and saints was being pushed aside by robust version of Hindutav, by all standards a political version similar to jihadist Islam of groups like ISIS and Boko Haram of recent years."
જેનો ગુજરાતીમાં અર્થ થાય છે: "જે સનાતન ધર્મ અને મૂળ હિંદુત્વની વાત ભારતના ઋષિ-મુનિઓ સદીઓથી કરતા આવ્યા છે, તેને આજે કટ્ટર હિંદુત્વ થકી કોરાણે મૂકવામાં આવી રહી છે. આજે હિંદુત્વનું એવું રાજકીય સંસ્કરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ઇસ્લામિક જેહાદી સંગઠનો ISIS અને બોકો હરામ જેવું છે."
આ એક વાક્યને લઈને આખો હોબાળો મચ્યો છે.
ભાજપ અને વીએચપી સાથે જોડાયેલા કેટલાક નેતાઓએ આ વાક્ય સામે વાંધો ઉઠાવ્યો છે.
કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, મહેન્દ્રનાથ પાંડે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી દિનેશ શર્મા અને મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ વાક્ય સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે આ કૉંગ્રેસના નેતાઓની અજ્ઞાનતા દર્શાવે છે. તેઓ પોતાને બિનસાંપ્રદાયિક ગણાવે છે. તેમને હિંદુત્વનું કોઈ જ્ઞાન નથી. ક્યારેક તેને આતંકવાદ સાથે જોડી દેશે તો ક્યારેક તાલિબાન સાથે. આ બધી નરી મૂર્ખતાભરી વાતો છે.
કેન્દ્રીયમંત્રી મહેન્દ્રનાથ પાંડેએ પણ સલમાન ખુર્શીદના પુસ્તકના અંશો પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમની વિચારસરણી સંકુચિત અને સાંપ્રદાયિક છે. તેઓ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે આવાં વાહિયાત નિવેદનો કરી રહ્યા છે. તેમનું નિવેદન નિંદનીય છે.
વિહીપ નેતા સુરેન્દ્ર જૈને કહ્યું કે આજે હિંદુત્વના ઉદયને કારણે સમગ્ર દેશ ગર્વાન્વિત છે. એ કમનસીબી છે કે જે લોકોનું રાજકારણ આટલાં વર્ષો સુધી હિંદુ સમાજને અપમાનિત કરીને ચાલતું રહ્યું, જેમણે રામના અસ્તિત્વ પર વારંવાર સવાલ ઉઠાવ્યા, જેઓએ હિંદુ આતંકવાદ શબ્દને આગળ વધાર્યો, જેઓ સીમીની તરફેણ કરતા રહ્યા, આવા લોકો હિંદુત્વના ઉદયને પચાવી શકતા નથી. હવે તેમની તુષ્ટિકરણની રાજનીતિનો અંત આવી રહ્યો છે, તેથી તેઓ તેને સ્વીકારી શકતા નથી.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, "સલમાન ખુર્શીદે તેમના નવા પુસ્તકમાં હિંદુત્વની તુલના ISIS અને બોકો હરામ સાથે કરી છે."
https://twitter.com/amitmalviya/status/1458416779617652737
હવે મહારાષ્ટ્ર સરકારમાં કૉંગ્રેસની સહયોગી શિવસેનાએ પણ સલમાન ખુર્શીદ પર નિશાન સાધ્યું છે. શિવસેનાના રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મુદ્દે ટ્વિટ કર્યું છે.
https://twitter.com/priyankac19/status/1458714431454539779
સલમાન ખુર્શીદના પુસ્તકના વિમોચન પ્રસંગે કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પણ હાજર હતા.
https://twitter.com/ANI/status/1458448582780932097
અયોધ્યા ચુકાદા પર બોલતા તેમણે કહ્યું, "સમય પસાર થઈ જતા બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકારી લીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંને પક્ષોએ સ્વીકાર્યો, એટલે એ સારો ચુકાદો હતો, સારો નિર્ણય હોવાથી બંને પક્ષોએ તેનો સ્વીકાર કર્યો એવું નથી.''
https://www.youtube.com/watch?v=04YTqmQQXPo&t=1s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો