પેરિસઃ યુરોપમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એક તરફ જ્યાં એશિયાઈ દેશો સહિત દુનિયામાં કોરોનાથી થોડી રાહત અનુભવાઈ રહી છે. વળી, યુરોપમાં કોરોનાની સ્થિતિ ભયાનક થતી દેખાઈ રહી છે. હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ યુરોપમાં કોરોના વયારસનુ જોખમ હજુ પણ યથાવત છે. અહીં ગયા સપ્તાહમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. વળી, હવે ફ્રાંસમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારબાદ ત્યાંની સરકારે લોકોને ચેતવણી જાહેર કરી છે.
ફ્રાંસમાં કોવિડ-19 રસીકરણ રેટ ફરીથી ચડવાની ચેતવણી આપીને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યુ હતુ કે દેશમાં 65 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને રેસ્ટરાંમાં જવા અને કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોવિડ-19 બૂસ્ટર ડોઝનુ પ્રમાણ બતાવવુ પડશે. વળી, હવે ફ્રાંસના આરોગ્ય મંત્રી ઓલિવિયર વેરને બુધવારે કહ્યુ કે ફ્રાંસ કોરોના વાયરસ બિમારી(કોવિડ-19) મહામારીની પાંચમી લહેરની શરૂઆતનો અનુભવ કરી રહ્યુ છે, જે એ લોકો માટે નવી ચિંતા પેદ કરી રહ્યુ છે જે સંક્રમણના ખતમ થવાની આશા કરી રહ્યા છે.
સ્થાનિક ટેલીવિઝ ચેનલ TF1 સાથે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફ્રાંસીસી મંત્રીએ પુષ્ટિ કરી કે હવે તેમના દેશમાં કોઈ પણ અન્ય પડોશી દેશોની જેમ મહામારીની 5મી લહેર શરૂ થઈ ચૂકી છે. તેમણે કહ્યુ કે વાયરસનો પ્રસાર તેજીથી વધી રહ્યો છે. પોતાના નિવેદનમાં આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ઘણા પડોશી દેશ પહેલેથી જ કોવિડ મહામારીની પાંચમી લહેરમાં છે. અમે ફ્રાંસમાં જે વસ્તુઓનો અનુભવ કરી રહ્યા છે તે સ્પષ્ટ રીતે પાંચમી લહેરની શરૂઆત જેવો દેખાય છે. ફ્રાંસના આરોગ્ય મંત્રાલયે બુધવારે 11,883 નવા કોવિડ-19 કેસ નોંધ્યા. સતત બીજા દિવસે નવા 10,000થી વધુ કેસ છે. ઓક્ટોબરની મધ્ય બાદથી નવા કોરોના વાયરસના કેસોમાં પણ દર સપ્તાહે બમણા આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં ભારતમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 13,091 નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા 2-3 દિવસમાં વધી છે. પહેલા આ આંકડો 10 હજાર સુધી જતો રહ્યો હતો. રાહતના સમાચાર એ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે દેશભરમાં કોરોનાના સક્રિય દર્દી દોઢ લાખથી ઓછી રહી ગયા છે. હાલમાં 1,38,556 દર્દી જ છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા નવા મળનાર દર્દીઓની તુલનામાં વધુ છે. આને રાહત તરીકે લઈ શકાય છે.