ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં કથિત રીતે પાકિસ્તાનનો ઝંડો લગાવવાને લઈને હોબાળો થયો છે. હિન્દુત્વવાદી સંગઠનના લોકો ચોક્કસ સમુદાયના ઘરે પહોંચ્યા અને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન એક વાહનને પણ નુકસાન થયું હતું. હોબાળાની માહિતી મળતા ચૌરીચૌરા અને ઝાઘાન પોલીસ સ્ટેશનની પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
નોર્થ ઝોનના એસપી મનોજ અવસ્થીએ જણાવ્યું કે, તે ઈસ્લામિક છે કે, પાકિસ્તાન તેની તપાસ કરવામાં આવશે. આ સાથે આરોપીઓના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. જિલ્લામાં વાતાવરણ બગાડવાનો જે લોકો પર આરોપ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
ચૌરીચૌરા પોલીસ સ્ટેશનના મુંદેરા બજાર નગરના વોર્ડ નંબર 10માં તાલીમ નામના વ્યક્તિના ઘરે કથિત રીતે પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. ફોટો વાયરલ થયા બાદ જ્યારે ચૌરીચૌરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જે ઘરમાં ધ્વજ લહેરાવવાની વાત કરવામાં આવી રહી હતી, ત્યાં કોઈ ઝંડો મળ્યો ન હતો.
ઘર અંદરથી બંધ હતું. દરમિયાન સ્થળ પર હાજર ટોળાએ પપ્પુ કુરેશીના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. સ્થળ પર ઉત્તર ઝોનના એસપી મનોજ કુમાર અવસ્થીએ હોબાળો મચાવતા હિન્દુ સંગઠનના લોકોને ખાતરી આપીને વાતાવરણને શાંત પાડ્યું હતું.
4 સામે રાજદ્રોહનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
હિન્દુ સંગઠન બ્રાહ્મણ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્યાણ પાંડેની ફરિયાદ પર પોલીસે ચાર નામના આરોપીઓ તાલીમ, પપ્પુ, આશિક અને આરીફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. એસપીએ જણાવ્યું હતું કે, હકિકતમાં હોબાળાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, શાંતિ બનાવવાની સાથે પોલીસે વિવાદનું મૂળ કહેવાતા ધ્વજને પોતાના કબ્જામાં લઈ લીધો છે.