ભારત સરકારનો માન્યો આભાર
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ તેમને અને તેમના અનુયાયીઓને ભારત દેશમાં શરણ આપવા માટે ભારત સરકારનો વારંવાર આભાર માન્યો છે. વળી, જ્યારે દલાઈ લામાને તાઈવાનમાં રહેવા અંગે એક ઑનલાઈન વેબસાઈટ તરફથી સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે તે તાઈવાનમાં નહિ પરંતુ ભારતમાં રહેવા માંગે છે. અને ભારતમાં જ રહેવાનુ પસંદ કરે છે. સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ દલાઈ લામાએ એ પણ કહ્યુ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાની તેમની કોઈ ખાસ યોજના નથી.
|
તાઈવાનને પોતાનો હિસ્સો માને છે ચીન
ચીન લોકતાંત્રિક દ્વીપ તાઈવાનને પોતાના વિસ્તાર તરીકે દાવો કરે છે અને કહે છે કે જો જરૂર પડી તો તે બળપૂર્વક તેને મેળવી લેશે. તાઈવાન એમ કહીને ચીનનો વિરોધ કરે છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને ચીનની આક્રમકતા સામે પોતાની સ્વતંત્રતા અને લોકતંત્રની રક્ષા કરશે. એવુ લાગે છે કે બેઈજિંગે હાલમાં દિવસોમાં પોતાની શત્રુતાપૂર્ણ નીતિઓને વધારી દીધી છે જેમાં રેકૉર્ડ સંખ્યામાં ચીની સૈન્ય વિમાન તાઈવાનના વાયુ રક્ષા ઓળખ ક્ષેત્રની ઉપર વારંવાર ઉડાન ભરી રહ્યુ છે. તાઈવાનના રડારે ગયા મહિનાની શરૂઆતમાં 150 વાયુસેનાના વિમાનોને પોતાના વાયુરક્ષા ક્ષેત્રણાં પ્રવેશ કરતુ જોયુ જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે ચીન સતત તાઈવાન પર દબાણ કરી રહ્યુ છે.
કોણ છે દલાઈ લામા?
તમને જણાવી દઈએ કે દલાઈ લામા તિબેટ બૌદ્ધ પરંપરામાં એક સર્વોચ્ચ મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને ભારતમાં એક શરણાર્થીનુ જીવન વ્યતીત ત્યારથી જીવી રહ્યા છે જ્યારથી તેમણે 1959માં એક વિદ્રોહ બાદ તિબેટમાંથી પલાયન કરવુ પડ્યુ હતુ. તિબેટની સ્વાયત્તા અને તિબેટીઓના ધાર્મિક મતાધિકારી સહિત તિબેટી સંસ્કૃતિની સુરક્ષા માટે ચીન સાથે વાતચીત માટે રાજનાયિક દ્રષ્ટિકોણનુ આહ્વાન કરે છે. જો કે, ચીન વારંવાર દલાઈ લામાને માનવાનો ઈનકાર કરે છે જ્યારે દલાઈ લામા તિબેટની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે.