ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર
બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કર્યું હતું કે, 'UKની મુસાફરી કરી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.
WHO ની ઇમરજન્સી યુઝલિસ્ટિંગમાં કોવેક્સિન સહિત કોવિડ 19 રસી સાથે સંપૂર્ણ રસી મેળવનાર પ્રવાસીઓએ 22 નવેમ્બરથી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે નહીં.
નવા નિયમો 22 નવેમ્બર સવારે 4 કલાકથી લાગુ થશે
કોવેક્સિન સાથે સંપૂર્ણ રસી મેળવનાર પ્રવાસીઓને પ્રી ડિપાર્ચર ટેસ્ટ, ડે 8 ટેસ્ટ અથવા આગમન પર સેલ્ફ ક્વોરેન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં.
આ ફેરફારો 22નવેમ્બરના રોજ સવારે 4 કલાકથી લાગુ થશે. UK ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, નવી જોહરાત મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરી શરૂ કરવાનાઆગળના પગલાને ચિહ્નિત કરે છે.
18 વર્ષથી નીચેના મુસાફરો માટે નિયમોમાં છૂટછાટ
UK સરકારે ઈંગ્લેન્ડ આવતા 18 વર્ષથી ઓછી ઉંમરના પ્રવાસીઓ માટેના નિયમોને પણ સરળ બનાવ્યા છે. તેઓને હવે સરહદ પર સંપૂર્ણ રસી આપવામાં આવેલમાનવામાં આવશે અને આગમન પર સેલ્ફ આઇસોલેશન, દિવસ 8 પરીક્ષણ અને પ્રી ડિપાર્ચર ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવશે.
તેઓએ માત્ર આગમન બાદનાટેસ્ટમાંથી પસાર થવું પડશે. જો તે પોઝિટિવ આવશે, તો પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે.
WHO દ્વારા માન્ય બીજી ભારતીય રસી
કોવેક્સિન એ બીજી ભારતીય રસી છે, જેને WHO ની મંજૂરી મળી છે. આ અગાઉ કોવિશિલ્ડને WHOની મંજૂરી મળી હતી.
એપ્રિલમાં કોવેક્સિનના નિર્માતા ભારતબાયોટેકે WHOના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI)ને સ્વીકાર્યું હતું.