નવી દિલ્હ : દિલ્હીમાં યમુનામાં જોવા મળતા ઝેરી ફીણ માટે આમ આદમી પાર્ટીએ પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાને જવાબદાર ઠેરવ્યા છે.
દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, યમુનામાં છઠ પૂજાની તસવીરો સામે આવ્યા બાદ ઓખલા બેરેજમાં યમુનાનું પાણી ફીણયુક્ત છે. આ વિસ્તાર યુપી સરકારના સિંચાઈ વિભાગ હેઠળ આવે છે, તેની જવાબદારી યુપી સરકારની છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તે સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. યમુનાનું આ પ્રદૂષિત પાણી દિલ્હીનું નથી. તે યુપી અને હરિયાણા સરકાર દ્વારા દિલ્હીને ભેટમાં આપવામાં આવી છે.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હરિયાણામાંથી લગભગ 105 MGD વેસ્ટ વોટર યમુનામાં અને 50 MGD ગંગાનું પાણી યુપીથી ઓખલા બેરેજમાં આવે છે. પાણીમાં ઔદ્યોગિક કચરો, ડીટરજન્ટ અને એમોનિયા હોય છે, જે ફીણ બનાવે છે. આ માટે યુપી અને હરિયાણાની ભાજપ સરકારોને જ જવાબદાર ઠેરવવી જોઈએ. વર્ષો સુધી અમે યુપી સરકારને સિંચાઈ ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યા છે, પરંતુ ભાજપ સરકારોએ કોઈ ધ્યાન આપ્યું નથી.
Yamuna में फैले झाग का सच‼️
— AAP (@AamAadmiParty) November 8, 2021
जहां केजरीवाल सरकार यमुना को साफ रखने की पूरी कोशिश कर रही है,
वहीं उत्तर प्रदेश और हरियाणा सरकारें करीब 150 MGD गंदा पानी यमुना में छोड़ रही हैं! pic.twitter.com/y8f89O3ikR
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, દિલ્હી જલ બોર્ડ પોતની STPની ક્ષમતા વધારવા માટે સતત કામ કરી રહ્યું છે, જેથી ટ્રીટમેન્ટ ન કરાયેલું ગંદુ પાણી યમુનામાં છોડવામાં ન આવે પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોનું વલણ નિરાશાજનક છે.
सोनिया विहार में पानी साफ़ है और कालिन्दी कुंज में ज़हरीला तो इसका मतलब साफ़ है कि दिल्ली की aap सरकार दोषी है .. अब मैं सोनिया विहार पहुँच रहा हूँ सच्चाई दिखाने pic.twitter.com/fOpNmToEUd
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) November 8, 2021
ભાજપ AAPને જવાબદાર ગણે છે
ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના કાલિંદી કુંજમાં યમુનાના કિનારે ઝેરીલા ફીણની વચ્ચે છઠ કરી રહેલી મહિલાઓની તસવીરો શેર કરીને AAP સરકારને ઘેરી છે. તિવારીએ જણાવ્યું હતું કે, યમુના નદીની આજની તસવીરો ખૂબ જ ચિંતાજનક છે અને આ તસવીરો જણાવે છે કે, શા માટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુના કિનારે પૂર્વાંચલીઓના આસ્થાના તહેવાર છઠ પૂજાની ઉજવણી અટકાવી દીધી હતી.