મુંબઈ પોલીસે મુકેશ અંબાણીના ઘર એંટીલિયા (Antilia) પાસે સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો, ટેક્સી ડ્રાઈવરે ફોન કોલમાં બે લોકો મુકેશ અંબાણીના ઘરનું સરનામું પૂછી રહ્યા હોવાનું જમાવ્યું. એન્ટીલિયાનું લોકેશન પૂછનાર બંને લોકોના હાથમાં બેગ હતી, બંને શંકાસ્પદ જણાતાં ટેક્સી ડ્રાઈવરે તરત જ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને એક શખ્સને નવી મુંબઈથી કસ્ટડીમાં લઈ લીધો. શરૂઆતી તપાસમાં માલુમ પડ્યું કે આ શખ્સ એંટીલિયાને જોવા માટે એડ્રેસ પૂછી રહ્યો હતો. જે ગાડીમાંથી એડ્રેસ પૂછ્યું તે ગાડી વેગનાર હતી જે પોલીસે શોધી કાઢી છે. આ એક ટૂરિસ્ટ ગાડી હતી. જે વ્યક્તિ પાસે સરનામું પૂછ્યું તે એક ગુજરાતી ટેક્સી ડ્રાઈવર હતો જે ટૂરિસ્ટ ટેક્સી ચલાવે છે. શરૂઆતી તપાસમાં પોલીસને કંઈપણ સંદિગ્ધ મળ્યું નહીં.
જણાવી દઈએ કે ટેક્સી ડ્રાઈવરના કોલને ગંભીરતાથી લેતાં મુંબઈ પોલીસે તરત એંટીલિયા અને આજુબાજીના વિસ્તારની સુરક્ષા વધારી દીધી. પોલીસ મુજબ ટેક્સી ચાલકે પોલીસ નિયંત્રણ કક્ષને ફોન કર્યો હતો. તે મુજબ એક દાઢી વાળા વ્યક્તિએ કિલા કોર્ટ સામે એંટીલિયા વિશે પૂછપરછ કરી હતી. જે સંદિગ્ધે સરનામું પૂછ્યું હતું તેની પાસે એક મોટી બેગ હતી. પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફુટેજ મંગાવ્યા અને ચારો તરફ સુરક્ષા વધારી દીધી છે. ટેક્સી ડ્રાઈવરની ડીસીપી રેંકના અધિકારીઓએ પૂછપરછ કરી જે બાદ એક શખ્સની ધરપકડ કરી લીધી.
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સુરક્ષા ઈંતેજામ ગયા ફેબ્રુઆરી મહિનાથી વધુ કડક કરી દેવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરીમાં વિસ્ફોટકોથી ભરેલી એક એસયૂવી તેમના ઘરથી થોડે દૂર મળી આવી તે સમયે મુકેશ અંબાણીના ઘરની સુરક્ષાને લઈ ડર પેદા થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર 2012થી દક્ષિણ મુંબઈના પૉશ કમ્બાલા હિલ વિસ્તારમાં એક શાનદાર 27 માળની, 4,00,000 વર્ગ ફુટની ઈમારતમાં રહે છે. મુકેશ અંબાણીના આવાસને એંટીલિયા પણ કહેવાય છે.
જો કે ધરપકડ કરાયેલા શખ્સનો ઈરાદો શું હતો તે અંગે હજી સુધી પોલીસ તરફથી કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી અને પકડાયેલા શખ્સની ઓળખ પણ છતી કરવામાં આવી નથી.