શું તમારી sister-in-law ડ્રગ કારોબારમાં શામેલ છે?
તેમણે ટ્વિટર હેન્ડલ પર સમીર વાનખેડેની પત્નીની બહેન હર્ષદા દીનાનાથ રેડકર પર ડ્રગ વેપારમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે આ કેસમાં પૂણે કોર્ટમાં પેન્ડીંગ ચાલી હહેલ કેસના પુરાવા પણ રજૂ કર્યા છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે સમીર દાઉદ વાનખેડે, શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ વેપારમાં શામેલ છે? તમારે જવાબ આપવો જોઈએ કારણકે તેનો કેસ પૂણેની અદાલતમાં પેન્ડીંગ છે. આ રહ્યા પુરાવા.
'વાનખેડે ભાજપ માટે ભંડોળ એકઠુ કરવાનુ કામ કરે છે'
તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડે પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તે સતત કહી રહ્યા છે કે સમીર ગેરકાયદે વસૂલી કરે છે. તેમની અને ભાજપની સાંઠગાંઠ છે. તેમણે જાણીજોઈને શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવ્યા છે. આ બધુ વાનખેડે અને ભાજપની કરેલુ છે. સમીર વાનખેડે ભાજપ માટે ભંડોળ એકઠુ કરવાનુ કામ કરે છે.
'વાનખેડે 2 લાખના જૂતા પહેરે છે'
આ પહેલા નવાબ મલિકે પ્રેસ કૉન્ફરન્સ કરીને વાનખેડે માટે કહ્યુ હતુ કે, 'સમીર જ્યારથી આ વિભાગમાં આવ્યો તેણે પોતાની એક પ્રાઈવેટ આર્મી ઉભી કરી દીધી છે કે જે શહેરમાં બિન્દાસ્ત ડ્રગ્સનો વેપાર કરે છે, નાના-નાના કેસ બહાર પડે છે, લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે દ્વારા હજારો કરોડ રૂપિયાનુ ભંડોળ ભેગુ થયુ છે અને તેમાં ઘણા લોકો શામેલ છે. માટે જ તો વાનખેડે 2 લાખના જૂતા પહેરે છે.'
|
મારા પરિવારને બદનામ કરવામાં લાગ્યા છે મલિકઃ વાનખેડે
નવાબ મલિકના બધા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવનાર સમીર વાનખેડેનુ કહેવુ છે કે ડ્રગ્સ કેસમાં મલિકના જમાઈ પકડાઈ ગયા હતા માટે મલિકે તેમના અને તેમના પરિવારને બદનામ કરવામાં લાગ્યા છે. વળી, આ દરમિયાન સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે નવાબ મલિક સામે બૉમ્બે હાઈકોર્ટમાં ગયા છે. જ્ઞાનદેવ મલિક સામે 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. જ્ઞાનદેવે પોતાની અરજીમાં કહ્યુ છે કે મલિકના આરોપોથી તેમનુ ચરિત્ર અને પ્રતિષ્ઠાને નુકશાન થયુ છે, મારો દીકરો ઈમાનદાર છે અને આના કારણે તેને નવાબ મલિક નિશાન બનાવી રહ્યા છે.