સુકમાઃ છત્તીસગઢમાં સુકમાના મરઈગુડા પોલિસ સ્ટેશન વિસ્તારમાં એક સીઆરપીએફ કેમ્પમાં 4 જવાનોના મોત થયા છે. વળી, ત્રણ અન્ય ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જે જવાનોના મોત થયા છે તેમને એક જવાને જ ગોળી મારી. આ સીઆરપીએફ કેમ્પમાં મારપીટ થઈ ગઈ હતી. મારપીટ એટલી વધુ થઈ કે સીઆરપીએફ-50BNના ચાર જવાન માર્યા ગયા. ઘાયલ થયેલા જવાનોના ઈલાજ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વળી, ઉચ્ચાધિકારીઓએ આ કેસમાં સૂચના મોકલવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઈગ્નાઈટ-સેટ બૉક્સમાં વિસ્ફોટના શિકાર પણ થયા હતા
સીઆરપીએફના જવાન થોડા દિવસ પહેલા રાયપુર રેલવે સ્ટેશન પર એક વિસ્ફોટના શિકાર થઈ ગયા હતા. વાસ્તવમાં, અહીં સીઆરીપીએફના જવાનોને લઈ જતી એક ટ્રેનમાં ઈગ્નાઈટર-સેટ બૉક્સમાં વિસ્ફોટ થઈ ગયો હતો. જેનાથી સીઆરપીએફના ઘણા જવાનો ઘાયલ થઈ ગયા. ઘટનાની માહિતી આપીને રાયપુર પોલિસે જણાવ્યુ હતુ કે ટ્રેનમાં બ્લાસ્ટ ઈગ્નાઈટર-સેટ બૉક્સ નીચે પડી જવાથી થયો. બ્લાસ્ટથી ટ્રેનમાં સવાર અન્ય જવાનો ચોંકી ગયા. વળી, થોડી વાર માટે સ્ટેશન પર અફડા-તફડીનો માહોલ થઈ ગયો. બાદમાં ઘાયલ જવાનોને ઉપચાર માટે લઈ જવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યુ કે ઘટના રાયપુર રેલવે સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર 2 પર થઈ જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી જઈ રહેલી ટ્રેન પ્લેટફૉર્મ પર ઉભી હતી ત્યારે વિસ્ફોટ થયો. જેમાં સીઆરપીએફના જવાન તેમજ હેડ કૉન્સ્ટેબલ ઘાયલ થઈ ગયા, તેમને રાયપુરની નારાયણ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ન્યૂઝ રિપોર્ટ મુજબ એ વિસ્ફોટમાં સીઆરપીએફના કુલ 6 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી ઘણા ગંભીર હતા. રાયપુર રેલવે પીઆરઓ શિવ પ્રસાદે જણાવ્યુ કે ટ્રેન રાયપુર રેલેવે સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર-2 પર ઉભી હતી. સીઆરપીએફ 211મી બટાલિયનના જવાન આ સ્પેશિયલ ટ્રેનમાં હતા. સવારે લગભગ સાડા 6 વાગે ટ્રેનમાં બ્લાસ્ટ થયો. એક ડમી કારતૂસ બૉક્સમાં રાખ્યુ હતુ, તે ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટી ગયુ. ટ્રેનમાં બાથરુમ પાસે રાખેલુ ડેટોનેટર જ્યારે ફાટ્યુ તો ઘણા જવાન તેની ચપેટમાં આવી ગયા.