મુંબઈઃ મુંબઈમાં ક્રૂઝ ડ્ર્ગ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજ ભરતીયાએ એનસીબી પર નિશાન સાધીને કહ્યુ કે એનસીપીના સભ્ય સુનીલ પાટિલ જ આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ છે. આ સમગ્ર મામલે હવે સુનીલ પાટિલે મૌન તોડીને આના પર સફાઈ આપી છે. સુનીલ પાટિલે કહ્યુ કે ક્રૂઝ ડ્રગ પાર્ટી મામલે ટિપ મારી પાસે નહોતી આવી. હું 1થી 4 ઓક્ટોબર સુધી અમદવાદમાં હતો મને રાતે 2.30 વાગે કિરણ ગોસાવીએ ફોટો મોકલ્યો ત્યારે મને ખબર પડી કે આ શાહરુખ ખાનનો છોકરો છે.
મોહિત કંબાજો આરોપ લગાવ્યો છે કે સુનીલ પાટિલે જ કિરણ ગોસાવીનો નંબર સેમ ડિસૂઝાને આપ્યો હતો અને કહ્યુ હતુ કે આ કેસમાં ગોસાવી એનસીબીની મદદ કરશે. તમને જણાવી દઈએ કે એનસીબી સામે ભ્રષ્ટાચાર મામલે સુનીલ પાટિલનુ નામ સામે આવ્યુ હતુ. મોહિત કંબોજે આ સમગ્ર મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તે આ સમગ્ર મામલે પુરાવા સાથે પરદાફાશ કરે. વાસ્તવમાં આર્યન ખાન કેસમાં એનસીપીના નેતા નવાબ મલિક સતત એનસીબી પર નિશાન સાધી રહ્યા છે અને આ સમગ્ર કેસને નકલી ગણાવી રહ્યા છે.
મોહિત કંબોજે આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર કેસના માસ્ટરમાઈન્ડ સુનીલ પાટિલ છે. તેને શરૂઆતથી જ એનસીપી સાથે સંબંધ છે. તે એનસીબીના સભ્ય છે. તે ધૂલેથી આવે છે, તે એનસીપી સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છે. એટલુ જ નહિ સુનીલ પાટિલ ઋષિકેશ દેશમુખનો ખાસ દોસ્ત છે કે જે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અનિલ દેશમુખનો દીકરો છે જની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે. વળી, નવાબ મલિકે કહ્યુ કે સમીર વાનખેડેની પ્રાઈવેટ આર્મી લોકોને ગુમરાહ કરીને કેસથી લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે.