રવિવારે એટલે કે 7 નવેમ્બરના રોજ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાછલા સાત વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દિલ્હીમાં થનાર આ બેઠકમાં સામેલ થવા માટે પહોંચી ગયા છે.
ભારતીય જનતા પાર્ટીની રવિવારે થનાર આ રાષટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેટલાય મોટા નેતાઓ સામેલ થશે.
બેઠકમાં જેપી નડ્ડા તરફથી ઉદ્ઘાટન ભાષણ આપવામાં આવશે. જ્યારે સમાપન પર પીએમ મોદી ભાષણ આપશે. કાર્યક્રમની શરૂઆત બાદ શભ્યો રાષ્ટ્રીય મુદ્દાઓ અને એજન્ડા પર વિચાર વિમર્શ કરશે. આની સાથે જ બેઠકના આયોજન સ્થળ પર પાર્ટી મોદી સરકારના 'આત્મનિર્ભર ભારત' કાર્યક્રમની પ્રદર્શની પણ કરશે.