આર્યન ખાન સાથે જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક અને ઑફિસર સમીર વાનખેડે વચ્ચે ઘમાસાણ તેજ થઈ રહ્યું છે. નવાબ મલિક વાનખેડે સમક્ષ સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે. આ મામલે 8 નવેમ્બરે સુનાવણી થશે.
વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે 1.25 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ નોંધ્યો છે. વાનખેડેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં સોશિયલ મીડિયા પર તેમના પરિવાર વિશે મીડિયા રિપોર્ટ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેના વકીલ અરશદ શેખ છે. આગામી સોમવારે આ મામલે સુનાવણી થશે.
આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ સહિત 6 મામલાની તપાસ એનસીબીની એસઆઈટી ટીમને સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી મલિકે શનિવારે ટ્વીટ કર્યું, "આર્યન ખાનના અપહરણ અને ફીરૌતી માંગવા બદલ મેં સમીર દાઉદ વાનખેડે સામે એસઆઈટીની તપાસની માંગ કરી હતી. હવે બે એસઆઈટી (રાજ્ય અને કેન્દ્ર)ની રચવામાં આવી છે. મામલાનાં મૂળ સુધી કોણ પહોંચે છે અને વાનખેડેની ખાનગી સેનાનો કોણ પર્દાફાશ કરે તે જોવાનું રહ્યું"
જણાવી દઈએ કે એનસીબીએ પાછલા મહિને ક્રૂઝ માદક પદાર્થ મામલે આર્યન ખાન અને 19 અન્ય લોકોની ધરપકડ કરી હતી. આ મામલે એક સ્વતંત્ર સાક્ષીએ તપાસમાં સામેલ લોકો પર જબરદસ્તી વસૂલીના પ્રયાસનો આરોપ લગાવ્યો જે બાદ વાનખેડેએ વિભાગીય સતર્કતા તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. વાનખેડેએ કોઈપણ પ્રકારની ગડબડીનો ઈનકાર કર્યો છે.