Weather Updates: તમિલનાડુમાં ભારે વરસાદના અણસાર, સ્કૂલો બંધ, ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
ચેન્નઈઃ તમિલનાડુમાં હાલમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય છે અને આના કારણે રાજ્યમાં આગલા ત્રણ-ચાર દિવસ સુધી ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરન્જ એલર્ટ છે અને સ્કૂલોમાં આગલા 5 દિવસ માટે રજા આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પુદુકોટ્ટઈ, રામનાથપુરમ, તિરુનેલવેલી, થૂથુકડી, કુડ્ડાલોર અને કન્યાકુમારીમાં 4 નવેમ્બર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ કહ્યુ કે વેલ્લુપુરમ, કાંચીપુરમ, તિરુવલ્લૂર, ચેંગલપટ્ટુ જિલ્લાઓ અને પુડુચેરીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદના અણસાર છે અને આના કારણે અહીં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આગલા 3 દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે
ચેન્નઈની વાત છે ત્યાં સુધી અહીં ત્રણ દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. અહીં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશઃ 30 ડિગ્રી સેલ્સિયસ અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જ્યારે આગલા બે દિવસ માટે કેરળના માછીમારોને સમદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, ગજપતિ, ગંજમ અને કોરાપુટમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.

વરસાદની અસર આસાપાસના રાજ્યો પર પણ
તમિલનાડુના વરસાદની અસર આસપાસના રાજ્યોમાં પણ પડશે. આના કારણે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં પણ ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે અહીં પણ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ છે કે આગલા 48 કલાક દરમિયાન તમિલનાડુમાં ભારે વરસાદ થઈ શકે છે.

અહીં પણ આવશે વરસાદ
જ્યારે 6 નવેમ્બર વચ્ચે દક્ષિણ ભારતના ઘણા ભાગો સાથે-સાથે ગોવા અને કોંકણના અલગ-અલગ ભાગોમાં પણ હળવા વરસાદના અણસાર છે. વળી, 5થી 7 નવેમ્બર વચ્ચે તટીય કર્ણાટક અને તેલંગાનામાં વરસાદ થઈ શકે છે. જ્યારે કોચ્ચિ, ચેન્નઈ, પુડુચેરી, મંગલુરુ, બેંગલુર, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, બેલગામ, બેલ્લારી, રાયચૂરમાં પણ વરસાદના અણસાર છે.