નવાબ મલિકના આરોપો પર બોલ્યા સમીર વાનખેડે, કહ્યું- મારા શર્ટ અને શુઝ વિશે નવાબ મલિકને ઓછી જાણકારી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મંગળવારે નવાબ મલિકના નવા આરોપો પર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે 'સલમાન નામના ડ્રગ્સ પેડલરે તેની બહેન યાશ્મીનનો સંપર્ક કર્યો હતો પરંતુ મારી બહેન એનડીપીએસ કેસ લેતી નથી, તેથી તેઓએ તેને પછો મોકલી દીધો હતો. સલમાને એક વચેટિયા મારફત અમને ફસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે જેલમાં છે, પરંતુ તેની વોટ્સએપ ચેટ દ્વારા મને અને મારા પરિવારને સતત બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારા પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

'અમને ફસાવવાનો પ્રયાસ કર્યો'
સમીર વાનખેડેએ કહ્યું, 'અમને ફસાવવાનો પ્રયાસ કરનાર વચેટિયાએ આ વર્ષે મુંબઈ પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી, તે ફરિયાદની તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે યાશ્મીન વાનખેડે વ્યવસાયે વકીલ છે. નવાબ મલિકના મોંઘા જૂતા અને શર્ટના આરોપ પર વાનખેડેએ કહ્યું કે જ્યાં સુધી મારા મોંઘા કપડાની વાત છે તો તે માત્ર અફવા છે. તેમની પાસે ઓછી જાણકારી છે અને તેઓએ આ વસ્તુઓ શોધી લેવી જોઈએ.

'તેઓ મારા શર્ટ અને પગરખાં વિશે ઓછુ જાણે છે'
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને નવા આરોપો લગાવ્યા છે. નવાબ મલિકે જણાવ્યું હતું કે 'સમીર વાનખેડે જ્યારથી આ વિભાગમાં આવ્યા છે ત્યારથી તેમણે પોતાની ખાનગી સેના ઊભી કરી છે, જે શહેરમાં આડેધડ ડ્રગ્સનો વેપાર કરે છે, નાના-નાના મામલાઓ સામે આવે છે, લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે દ્વારા હજારો કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો સામેલ છે.

'વાનખેડે જે શૂઝ પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા'
નવાબ મલિકે કહ્યું કે વાનખેડે જે જૂતા પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા છે અને તેમના શર્ટની કિંમત 50,000 રૂપિયાથી વધુ છે. ટીવી પર સેંકડો ઓફિસરો આવે છે, કોઈનું શર્ટ 500 રૂપિયાથી વધુ નથી પણ વાનખેડે જીને જુઓ, ડ્રેસ આખી વાત કહે છે. તેમણે વધુમાં કહ્યું કે 2020માં વાનખેડે આવ્યા બાદ એનસીબીએ કેસ નોંધ્યો છે.

વાનખેડે પર નવાબ મલિકના પ્રહાર ચાલુ
નવાબ મલિક સતત વાનખેડેને નિશાનો બનાવી રહ્યા છે, તેમણે વાનખેડેને નકલી ગણાવ્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે વાનખેડે મુસ્લિમ છે અને તેમણે દલિત હિન્દુ સર્ટિફિકેટ દ્વારા IRSમાં નોકરી મેળવી છે. નવાબ મલિકે પોતાના ટ્વીટર હેન્ડલ પર સમીર વાનખેડેનો કથિત નિકાહનામા જાહેર કર્યુ હતુ. જેમાં તેના પિતાનું નામ દાઉદ વાનખેડે અને ધર્મના નામે ઇસ્લામ લખવામાં આવ્યું હતું. તેઓ કહે છે કે તેઓ ઈરાદાપૂર્વક લોકોને ડ્રગ્સના કેસમાં ફસાવીને ગેરકાયદેસર વસૂલાત કરે છે.