મની લૉન્ડ્રીગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમત્રી અનિલ દેશમુખની ધરપકડ
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમત્રી અનિલ દેશમુખને ઈડીએ મની લૉન્ડ્રીગ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ઈડીએ મુંબઈમાં તેમના કાર્યાલયમાં અનિલ દેશમુખની 12 કલાક પૂછપરછ કરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અનિલ દેશમુખે પોતાની સામે લાગેલા મની લૉન્ડ્રીંગના આરોપોના કારણે આ વર્ષની શરુઆતમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. અનિલ દેશમુખને બૉમ્બે હાઈકોર્ટે શુક્રવારે રાહત આપવાની ના પાડી દીધી હતી. અનિલ દેશમુખે બૉમ્બે હાઈકોર્ટને તપાસ એજન્સી દ્વારા સમન રદ કરવાની અપીલ કરી હતી. સોમવાર(1 નવેમ્બર)ના રોજ એક વીડિયો નિવેદનમાં 71 વર્ષીય રાકાંપા અનિલ દેશમુખે કહ્યુ હતુ, 'મારી સામે બધા આરોપ ખોટા છે.'
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલિસ અધિકારી પરમ બીર સિંહ દ્વારા ભ્રષ્ટાચાર અને બળજબરી વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે મની લૉન્ડ્રીંગ કેસમાં ઈડીએ સોમવારે એટલે કે 1 નવેમ્બરે મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. અનિલ દેશમુખ પોતાના વકીલ સાથે સવારે સાડા અગિયાર વાગે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત ઈડીની ઑફિસ પહોંચ્યા હતા.
અનિલ દેશમુખ છેલ્લા ચાર મહિનાથી ઘણા સમન છોડ્યા બાદ સોમવારે પહેલી વાર ઈડી સામે હાજર થયા હતા. ઈડીએ મંગળવારે સવારે કથિત રીતે 100 કરોડ રૂપિયાની બળજબરીથી વસૂલી અને મની લૉન્ડ્રીંગ કેસમાં નેતાની ધરપકડ કરી છે. અનિલ દેશમુખના વકીલે કહ્યુ કે તે મંગળવારે અદાલત સામે નેતાના રિમાન્ડનો વિરોધ કરશે.
ઈડીના અધિકારીઓએ કહ્યુ કે અનિલ દેશમુખને પીએમએલએની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ દાવો કર્યો કે વરિષ્ઠ રાકાંપા નેતા અનિલ દેશમુખ પૂછપરછ દરમિયાન જવાબો ટાળી રહ્યા હતા. ઈડીએ કહ્યુ કે મંગળવારે સ્થાનિક અદાલતમાં અનિલ દેશમુખને હાજર કર્યા બાદ તેમની કસ્ટડીની માંગ કરવામાં આવશે.