• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UN ભૂખમરો કેવી રીતે સમાપ્ત થશે તે જણાવે, હુ છ અબજ ડોલર આપીશ: એલન મસ્ક

|
Google Oneindia Gujarati News

દુનિયામાંથી ભૂખમરાને દુર કરવા માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ આગળ આવ્યા છે. ટેસ્લા ચીફ એલન મસ્કનુ કહેવુ છે કે જો સંયુક્ત રાષ્ટ્રના અધિકારી એ સાબિત કરી દે કે તેમના છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટી શકે છે, તો તેઓ પોતાના શેર વેચવા માટે તૈયાર છે. આને લઈને ટેસ્લા ચીફ એલન મસ્કે ટ્વીટ પણ કર્યુ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ કે જો WFP આ ટ્વીટર થ્રેડ પર એ જણાવી દીધુ કે છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ કેવી રીતે મટશે, તો હુ અત્યારે ટેસ્લાનો સ્ટોક વેચી દઈશ.

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ટેસ્લા ચીફની કુલ મિલકતના માત્ર બે ટકા રુપિયા દુનિયાની ભૂખ મટાડી શકે છે. તેમણે કહ્યુ હતુ કે એલન મસ્કની મિલકત 300 અબજ ડોલર કરતા વધારે છે ત્યાં બીજા સ્થાને જેફ બેઝોસની સંપત્તિ છે. તેઓ 195 અબજ ડોલરના માલિક છે. આ બંને દુનિયાની ભૂખ મટાડી શકે છે. તેમણે કહ્યુ હતુ કે એલનની પાસે સારી તક છે. તેઓ માત્ર બે ટકા એટલે કે છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટાડી શકે છે.

બેસ્લીએ પોતાના આ નિવેદનને ટ્વીટર પર પણ લખ્યુ, જેનો જવાબ આપતા ટેસ્લા ચીફે કહ્યુ કે તેઓ પોતાની મિલકતના બે ટકા એટલે કે છ અબજ ડોલર આપવા માટે તૈયાર છે. જોકે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ એ જણાવવુ પડશે કે આ રકમને દુનિયાની ભૂખ મટાડવા માટે કેવી રીતે ખર્ચ કરવાના છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના ખર્ચને સાર્વજનિક કરવા જોઈએ, જેનાથી લોકોને જાણ થાય કે રુપિયા કેવી રીતે ખર્ચ થાય છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે મસ્ક
ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શુમાર છે. છેલ્લા અઠવાડિયે તેમની નેટ વર્થમાં ભારે ઉછાળો આવ્યો હતો, જે બાદ તેમની કુલ સંપત્તિ 311 બિલિયન ડોલર પહોંચી ગઈ છે. એટલા વધારે નેટ વર્થ પર પહોંચાડનારા દુનિયાના પહેલા વ્યક્તિ છે.

English summary
UN says I will give six billion dollars to end hunger: Elon Musk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X