'આ મંગળસૂત્રની જાહેરાત છે કે અંડરગાર્મેન્ટસની', હવે સવ્યસાચીના જ્વેલરી એડ પર થયો હોબાળો
મુંબઈઃ હાલમાં જ દિવાળી અને કડવા ચોથના તહેવાર પર રિલીઝ થયેલ બે જાહેરાતો પર સોશિયલ મીડિયા પર જોરદાર હોબાળો થઈ રહ્યો છે. આમાં પહેલી જાહેરાત હતી ફેબ ઈન્ડિયાની જેમમાં દિવાળીની ઉજવણીને જશ્ન-એ-રિવાજ કહેવામાં આવી અને બીજી જાહેરાત ડાબરની ફેમ બ્લીચ ક્રીમની હતી જેમાં એક સમલૈંગિક જોડીને કડવા ચોથનો તહેવાર મનાવતા બતાવવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર લોકોએ આ બંને જાહેરાતોને 'હિંદુ ધર્મ વિરોધી' ગણાવ્યા અને વિવાદ વધતા કંપનીઓએ માફી માંગીને જાહેરાત પાછી લઈ લીધી. આ દરમિયાન હવે જાણીતા ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીની એક જાહેરાત સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગઈ છે.

મંગળસૂત્રની એડમાં સમલૈંગિક કપલ્સ
બુધવારે ડિઝાઈનર સવ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી જ્વેલરી એડ કેમ્પેઈન 'ઈંટિમેટ ફાઈન જ્વેલરી'ના ફોટામાં અલગ-અલગ મૉડલ્સને જ્વેલરી બ્રાંડના મંગળસૂત્રનો પ્રચાર કરતા બતાવી છે. ફોટામાં કપલ્સ અને સમલૈંગિક કપલ્સ છે જેમણે નવા જ્વેલરી કલેક્શન હેઠળ 'ધ રૉયલ બંગાલ મંગળસૂત્ર' પહેર્યુ છે.

સોશિયલ મીડિયા પર લોકોએ ગણાવ્યો - હિંદુ સંસ્કૃતિ પર હુમલો
આ ફોટા જેવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા, લોકોએ આ જાહેરાતને અશ્લીલ ગણાવીને તેનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની કમેન્ટમાં લખ્યુ કે આ જાહેરાત હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવી છે. લોકો ફોટા પર કમેન્ટ કરીને આ જાહેરાત પાછી લેવાની માંગ કરી રહ્યા છે.

'આ જ્વેલરી માટે મારે થોડા ચીપ થવુ પડશે'
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે આ ફોટા પર કમેન્ટ કરી લખ્યુ, 'તમે છેવટે કઈ વસ્તુની જાહેરાત કરી રહ્યા છો? હવે કોઈ આ જ્વેલરીને નહિ પહેરે કારણકે તમે દુનિયાને બતાવી દીધુ કે જો હું એ જ્વેલરી પહેરુ છુ તો મારે ચીપ થવુ પડશે. પ્લીઝ, તમે આ કેમ્પેઈન પર ધ્યાન આપો.' એક અન્ય યુઝરે પોતાની કમેન્ટમાં કહ્યુ, 'હું કહી નથી શકતી કે આ જાહેરાત જોઈને મને કેટલી નિરાશા થઈ છે. તેને જોઈને મારો આખો દિવસ બરબાદ થઈ ગયો.'

'મંગળસૂત્રને આ રીતે કોણ વેચે છે'
વળી, અમુક યુઝર્સે સવ્યસાચીની આ જાહેરાત પર એ વાતને લઈને નારાજગી વ્યક્ત કરી કે તેમણે લગ્ન જેવા પવિત્ર બંધનના પ્રસંગે પહેરાતા મંગળસૂત્રને ખરાબ રીતે બતાવ્યુ છે. એક યુઝરે લખ્યુ - 'આજકાલ તમને શું થઈ ગયુ છે સવ્યસાચી? મંગળસૂત્રને આ રીતે કોણ વેચે છે? તમારામાં હિંમત હોય તો બુરખા અને તાવીજને આ રીતે વેચીને બતાવો. હિંદુની ભાવનાઓનુ અપમાન કરવાનુ બંધ કરો.'

યુઝરે જાહેરાત પાછી લેવાની માંગ કરી
વધુ એક યુઝરે સવ્યસાચીની એડ કેમ્પેઈનના ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ, 'સવ્યસાચી આ ખૂબ શરમજનક જાહેરાત છે. તમે નગ્નતા અને અશ્લીલતાથી ભરેલા કન્ટેન્ટ સાથે મંગળસૂત્રનો પ્રચાર કરી રહ્યા છે. આ જાણીજોઈને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ છે. આ પોસ્ટને વહેલી તકે હટાવો.' અન્ય એક ઈન્ટરનેટ યુઝરે પોતાની નારાજગી વ્યક્ત કરીને લખ્યુ, 'જ્વેલરી, કલાકારીનો એક ખૂબ જ સુંદર હિસ્સો હોય છે, આ જાહેરાતને કંઈક સારી રીતે પણ બનાવી શકાતી હતી.'