ખેડૂત આંદોલનને 11 મહિના પૂરા, સંયુક્ત મોરચાનુ દેશવ્યાપી પ્રદર્શન આજે
નવી દિલ્લીઃ મોદી સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ કિસાન આંદોલનને આજે એટલે કે 26 ઓક્ટોબરના રોજ 11 મહિના પૂરા થઈ રહ્યા છે. આ કાયદાઓના મુદ્દે ખેડૂત સંગઠનોની સરકાર સાથે અત્યાર સુધી 11 દોરની વાતચીત થઈ ચૂકી છે કે જે નિષ્પરિણામ રહી. કાયદાને રદ કરવાની ખેડૂત આંદોલનકારીઓની માંગ જેમની તેમ જ છે. આ કડીમાં આજે સંયુક્ત મોરચાની આગેવાનીમાં આંદોલનકારીઓ દેશભરમાં લખીમપુર હિંસાના આરોપીના પિતા અને ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેનીને બરતરફ કરવા માટે પ્રદર્શન કરશે. દિલ્લી બૉર્ડર પર સભાઓ હશે. ખેડૂત મોરચા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નામે એક મેમોરેન્ડમ મોકલવામાં આવશે.

સંયુક્ત મોરચાનુ આહ્વાન
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનકારી ગાઝીપુર સહિત દિલ્લીની ચાર બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. ધરણા પ્રદર્શનોને 11 મહિના થવા પર સંયુક્ત ખેડૂત મોરચાએ નિવેદન જાહેર કર્યુ છે કે આજનુ દેશવ્યાપી પ્રદર્શન મુખ્ય રીતે લખીમપુર ખીરી ઘટના માટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ અને બરતરફીની માંગ માટે છે. ગાઝીપુરર બૉર્ડર પર હાજર પ્રદર્શનકારીઓએ કહ્યુ કે આજે સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ)એ દેશવ્યાપી વિરોધનુ આહ્વાન કર્યુ છે. તેમણે કહ્યુ કે અમારી મંગળવારે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તાલુકા અને જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શનની યોજના છે.

શું કહ્યુ મોરચાએ?
સંયુક્ત મોરચાને નિવેદનમાં કહ્યુ, 'આ વિરોધ રાષ્ટ્રપતિને સંબોધિત એક મેમોરેન્ડમ સાથે સમાપ્ત થશે, જેને જિલ્લા કલેક્ટરો-મેજિસ્ટ્રેટના માધ્યમથી રજૂ કરવામાં આવશે.' એસકેએમે એ પણ આરોપ લલગાવ્યો કે કેન્દ્રએ એનઆરઆઈ દર્શન સિંહ ધાલીવાલ, જે ખેડૂત આંદોલનના પ્રબળ સમર્થક હતા તેમને શિકાગોથી આવ્યા બાદ ભારતમાં પ્રવેશવા દીધા નથી. એસકેએમે કહ્યુ, 'તેમને દેશમાં આવવાની અનુમતિ આપ્યા વિના પાછા મોકલી દેવામાં આવ્યા હતા. સરકારનુ અલોકતાંત્રિક અને સત્તાવાદી વ્યવહાર અસ્વીકાર્ય છે અને અમે આની કડક નિંદા કરીએ છીએ.'

લખીમપુરની ઘટના
તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોના પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં 3 ઓક્ટોબરના રોજ હિંસા થઈ હતી. જેમાં ચાર ખેડૂતો સહિત કુલ 8 લોકોના જીવ ગયા હતા. ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અજય કુમાર મિશ્રાના દીકરા આશિષ મિશ્રા અને 12 અન્યની ધરપકડ કરવામાં આવી. સ્થાનિક ખેડૂતોએ હિંસા માટે તેમના દીકરાને જવાબદાર ગણાવ્યો. ખેડૂતોની માનીએ તો ઉત્તર-મધ્ય ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મંત્રીના કાફલાને હિસ્સો રહેલા એક વાહને ઘણા ખેડૂતોને કચડી દીધા.

મંત્રીના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી
સોશિયલ મીડિયા પર વીડિયો પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે જેમાં એક મહિન્દ્રા કારને પ્રદર્શનકારીઓને પાછળથી ટક્કર મારતી જોવામાં આવી. જો કે, અજય મિશ્રા ટેનીએ આરોપોનુ ખંડન કરીને કહ્યુ કે તેમનો દીકરો ઘટના સ્થળે હાજર નહોતો. આશિષે એ જ રાગ આલાપ્યો અને આરોપોનુ ખંડન કર્યુ. બાદમાં આ મામલે આશિષ મિશ્રા સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી.