Farmers protest: ખેડૂત આંદોલનમાં તંબુમાં અભ્યાસ કર્યો, હવે યુપી સરકારમાં ઓફિસર બન્યા!
ગાઝિયાબાદ : યુપી ગેટ પર ખેડૂતોના આંદોલન વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અહીં તંબુમાં રહીને ભણેલા ઈન્દ્રપાલ સિંહની મહેનત રંગ લાવી અને હવે તે યુપી સરકારમાં આસિસ્ટન્ટ કમિશનર બની ગયા છે. કૌશાંબીના રહેવાસી ઈન્દ્રપાલ સિંહ ખેડૂતોના આંદોલનનો હિસ્સો રહ્યા છે. અહીં તેમને પોતાની તૈયારીઓ કરી અને આંદોલનમાં છ મહિનાથી વધુ સમય પસાર કર્યો. તેમની પસંદગી UPPCS હેઠળ કરવામાં આવી છે.
માર્ચમાં ઈન્ટરવ્યુ થયા બાદ તેમને જૂનમાં પોતાનું પદ સંભાળ્યું હતું. ઇન્દ્રપાલ સિંહ કહે છે, તે હવે સિસ્ટમનો ભાગ છે. તે હવે કૃષિ કાયદાઓ વિશે વિગતવાર ખેડૂતોને શું ફાયદો છે અને તેમાં શું નુકસાન છે તે સમજશે. આ પછી તે બધાને જાગૃત પણ કરશે. તેમણે કહ્યું કે જ્યારથી તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ ખેડૂતોના આંદોલન પર ગયા નથી.
ઈન્દ્રપાલ સિંહ ખેડૂતોના આંદોલનની દરેક નાની-મોટી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા છે. ફાજલ સમયમાં તેઓ અહીં જાતે ભણતા અને બાળકોને ભણાવતા. ઈન્દ્રપાલ સિંહે કહ્યું કે તે હાલમાં બે વર્ષના પ્રોવિઝન પીરિયડ પર છે, ત્યારબાદ તેમને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. ઈન્દ્રપાલે કહ્યું કે તેઓ ખેડૂતો આંદોલનનો હિસ્સો હોવા છતાં પણ તેમણે સમય બગાડ્યો નથી. જ્યારે સમય મળ્યો ત્યારે પોતે અભ્યાસ કર્યો અને બાળકોને પણ ભણાવ્યા.
ઉલ્લેખનિય છે કે કિસાન આંદોલન દરમિયાન અભ્યાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે આ અભ્યાસ રંગ લાવી રહ્યો છે અને ઈન્દ્રપાલસિંહ જેવા ખેડૂત પુત્રો સરકારમાં પદ પર પહોંચ્યા છે.