વકીલ સુધા દ્વિવેદીએ સમીર વાનખેડે સામે મુંબઈ પોલિસમાં કરી ફરિયાદ, જાણો કેમ?
મુંબઈઃ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસના કારણે ચર્ચામાં આવેલ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે વકીલ સુધા દ્વિવેદીએ મુંબઈ પોલિસ પાસે લેખિતમાં ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ વકીલ સુધા દ્વિવેદીએ એમઆરએ માર્ગ પોલિસ સ્ટેશન અને સંયુક્ત પોલિસ કમિશ્નર(ગુના) મિલિન્દ ભારંભે અને રાજ્ય ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના કાર્યાલયોમાં ફરિયાદ કરી છે. બળજબરી વસૂલીનો આરોપ લગાવ્યો છે અને તે બધા સામે એફઆઈઆર નોંધવાનો અનુરોધ કર્યો છે. જો કે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એક સાક્ષી પ્રભાકર સેલે એનસીબીના અધિકારી સહિત ચાર લોકો પર અભિનેતા શાહરુખ ખાન પાસે બળજબરી વસૂલીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ મામલો ગરમાઈ ગયો છે. એનસીબીના મુખ્યાલયે ભ્રષ્ટાચારના લાગેલા આરોપોને લઈને વિજિલન્સ આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે ડ્ર્ગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આરોપી છે જેના જામીન અરજી પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં પ્રભાકર સેલે દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારી અને ભાગેડુ સાક્ષી ગોસાવી સહિત અન્ય વ્યક્તિઓ તરફથી આર્યન ખાનને ડ્ર્ગ્સ કેસમાં છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જે બાદમાં 18 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી જેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા.
નોંધનીય છે કે સમીર વાનખેડે સામે હાલમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પણ મોરચો ખોલેલો છે અને તેમણે પણ વાનખેડે પર ભ્રષ્ટાચાર અને ધર્મપરિવર્તન જેવા સંગીન આરોપ લગાવ્યા છે. જો કે વાનખેડેએ બધા આરોપોથી ઈનકાર કર્યો છે અને કહ્યુ છે કે તેને જાણીજોઈને બદનામ કરવામાં આવી રહ્યો છે. તે આજે દિલ્લીમાં છે.
Mumbai | Sudha Dwivedi, a lawyer has filed a police complaint to register FIR against NCB Mumbai's Sameer Wankhede and four others alleging "extortion by threat of accusation of an offence"
— ANI (@ANI) October 26, 2021