ફરીથી વધ્યા મોતના આંકડા, છેલ્લા 24 કલાકમાં 443 લોકોના કોરોનાથી ગયા જીવ, 14,306 નવા કેસ
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસથી થતા મોતનો આંકડામાં ફરીથી સોમવાર(25 ઓક્ટોબર)ના રોજ વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,306 નવા કેસ સામે આવ્યા છે અને 443 લોકોના મોત કોરોનાના કારણે થઈ ગયા છે. આ દરમિયાન એક દિવસમાં 18,762 લોકો કોવિડ-19થી રિકવર થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 67 હજાર 695 છે.
કોરોનાથી અત્યાર સુધી દેશમાં 4 લાખ 54 હજાર 712 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં કુલ સંક્રમણના કેસ 3,41,89,774 છે. વળી, હવે કુલ રિકવરીની સંખ્યા 3,35,67,367 છે. કોરોના વેક્સીનેશનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 1,02,27,12,895 વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ હાલમાં કેરળથી આવી રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,538 નવા કેસ સામે આવ્યા છે અને 71 લોકોના મોત થયા છે.