કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં 666 લોકોના મોત, નવા દર્દીઓની સંખ્યા 16 હજારને પાર
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં શનિવારે(23 ઓક્ટોબર) વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર શનિવાર(23 ઓક્ટોબર)ના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,326 નવા કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન 666 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 73 હજાર 728 છે. જે 233 દિવસમાં સૌથી ઓછી છે.
કોરોના રિકવરી રેટ 98.16 ટકા છે જે માર્ચ 2020થી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 17,677 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. દેશમાં કોરોના રિકવરીની કુલ સંખ્યા 3,35,32,126 છે. દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમિત કેસોની સંખ્યાના એક ટકા છે. દેશમાં કોરોના રેટ 0.51 ટકા છે. જે માર્ચ 2020થી ઓછો છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 1.24 ટકા છે. તે છેલ્લા 24 દિવસમાં 2 ટકાથી પણ ઓછો છે. વળી દૈનિક પૉઝિટિવિટી રેટ 1.20 ટકા છે. જે 19 દિવસોમાં 2 ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધી 59.84 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં કોરોનાથી સૌથી વધુ કેસ કેરળથી આવી રહ્યા છે. કેરળમાં કોરોનાથી અત્યાર સુધી 27,765 લોકોના મોત થયા છે. 22 ઓક્ટોબરના રોજ 563 લોકોના મોત થયા છે. કેરળ સરકારે જણાવ્યુ કે 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં કોવિડથી કુલ 27,202 લોકોના મોત નોંધવામાં આવ્યા.