ભારતીય સેનાઃ સુપ્રીમ કોર્ટમાં થઈ જીત, 39 મહિલા સેના અધિકારીઓને મળશે સ્થાયી કમિશન
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળ્યુ છે. કુલ 71 મહિલા શૉર્ટ સર્વિસ કમિશન અધિકારી જેમને સ્થાયી કમિશનથી વંચિત કરી દેવામાં આવ્યા હતા તેમને સ્થાયી કમિશનની માંગ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કેન્દ્રએ અદાલતને જણાવ્યુ કે 71 અધિકારીઓમાંથી 39 સ્થાયી કમિશન માટે યોગ્ય જણાયા, સાત મેડિકલ રીતે અનફિટ હતા અને 25માં અનુશાસનનો મુદ્દો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે કેન્દ્રને એક વિસ્તૃત રિપોર્ટ આપવાના નિર્દેશ આપ્યા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે 25 સ્થાયી કમિશન માટે યોગ્ય કેમ નહોતા.
કોર્ટે 1 ઓક્ટોબરે સરકારને કહ્યુ હતુ કે તે કોઈ પણ અધિકારીને સેવામાંથી મુક્ત ન કરે. ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાના બે ન્યાયાધીશોની પીઠ, જે ભારતના પહેલા મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં છે તેઓ કેસની સુનાવણી કરી રહ્યા હતા.