Arun Valmiki case : પ્રિયંકા ગાંધી મૃતક અરુણ વાલ્મીકીના પરિવારને મળ્યા, ન્યાયની આપી ખાતરી
Arun Valmiki case : ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરીની ઘટના અને હવે આગ્રાના અરુણ વાલ્મીકીના મોતને લઈને રાજકીય ઉથલપાથલ મચી રહી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોલીસ કસ્ટડીમાં કથિત રીતે માર્યા ગયેલા સફાઈ કામદાર અરુણ વાલ્મીકીના પરિવારને મળવા આગ્રા પહોંચ્યા હતા. મોડી રાત્રે પ્રિયંકા ગાંધી પીડિત વાલ્મીકી પરિવારને મળ્યા હતી. આ સાથે તેમને તમામ શક્ય ન્યાયની ખાતરી આપી છે. કોંગ્રેસી નેતાએ આ ઘટના માટે યુપીની યોગી આદિત્યનાથ સરકારને પણ નિશાન બનાવી હતી.
|
હું અરુણ વાલ્મીકીના પરિવારને મળી છું - પ્રિયંકા ગાંધી
મૃત સ્વચ્છતા કાર્યકર અરુણ વાલ્મીકીના ઘરે પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, 'હું અરુણ વાલ્મીકીના પરિવારને મળી છું. મારા માન્યામાં નથી આવતું કે, આસદીમાં કોઈની સાથે પણ આવું થઈ શકે છે. તેઓએ મને જણાવ્યું છે કે, વાલ્મીકિ સમુદાયના 17-18 લોકોને અલગ અલગ જગ્યાએથી ઉપાડીને પોલીસ સ્ટેશન લઈજવામાં આવ્યા હતા, તેઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યા હતા.

તેમની પીડા પણ હું વર્ણવી શકતી નથી - પ્રિયંકા ગાંધી
પ્રિયંકા આગળ કહે છે, 'તેણે મને જે કહ્યું તેમની પીડા પણ હું વર્ણવી શકતી નથી. અરૂણને તેની પત્નીની સામે માર મારવામાં આવ્યો હતો. અરુણનો ભાઈ તેને રાત્રેલગભગ 2 કલાકે મળ્યો હતો બાદ તે ઠીક હતો. લગભગ 2.30 કલાકે તેમને કહેવામાં આવ્યું કે, અરુણ મૃત્યુ પામ્યો છે. પરિવારને હજૂ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાંઆવ્યો નથી.

શું અહીં કોઈને ન્યાય નથી? - પ્રિયંકા ગાંધી
બુધવારની મોડી રાત્રે મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે, તેના પલંગ તૂટી ગયા છે. કપડાં ફેંકીદેવામાં આવ્યા છે. તેમનો તમામ સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો છે, અરુણના ભાઈએ દીકરીના લગ્ન માટે જે કબાટમાં રાખ્યું હતું, તે પણ લઈ ગયા છે. શું અહીંકોઈને ન્યાય નથી? ગરીબ પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે અને આપણે બધા મૌન છીએ? ન્યાય માત્ર એવા મંત્રીઓ માટે છે, જેમના પુત્રો ગુના કરે છે, તેઓકંઈપણ કરી શકે છે. ગરીબ પરિવારને અહીં ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને આપણે બધા ચૂપ છીએ, સરકાર ચૂપ કેમ છે?

મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર અપાશે
આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની કસ્ટડીમાં મોતના કેસમાં કાર્યવાહી શરૂ થઈ હતી. એડીજી આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ જણાવ્યુંકે, યુવકની પૂછપરછ કરનાર તમામ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજપત્રિત અધિકારીઓ આ બાબતે તપાસ કરશે. તેમણે જણાવ્યું હતું કે,મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.