ડેઈલીહંટ સાથે સુપર સન્ડે સ્પોર્ટિંગ બોનાન્ઝા માટે તૈયાર થઈ જાઓ
ક્રિકેટનો મહાસંગ્રામ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે, જેનો ખેલ રસીકો આતૂરતાથી ઈંતેજાર કરી રહ્યા હતા. આ વખતે વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબર એટલે કે રવિવાર સૌથી ખાસ દિવસ છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થનાર છે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જે મોડી રાત સુધી ચાલશે. આમ તો આ વખતે વર્લ્ડ કપનું મેજબાન ભારત છે, પરંતુ કોરોનાને પગલે દુબઈમાં શિફ્ટ કરવો પડ્યો. ત્યાંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને બાબર આઝમની ટીમ વચ્ચે આકરી ટક્કર જોવા મળશે.
મેન ઈન બ્લૂ આ વખતે ટી20 વર્લ્ડ કપ જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક છે, જેની શરૂઆત પાકિસ્તાન સામેની જીતથી કરવા માંગશે. ખાસ વાત એ છે કે પાકિસ્તાન સામે ભારત વર્લ્ડ કપના એકેય ફોર્મેટમાં હાર્યું નથી. જ્યારે બીજી તરફ આઝમ અને તેના સાથી આ શર્મનાક રેકોર્ડ તોડવાની પૂરી કોશિશ કરશે. જેનો એડવાન્ટેજ એ છે કે દુબઈને પાકિસ્તાની ટીમનું બીજું ઘર પણ કહેવામાં આવે છે.
સાંજે રમાનાર આ ધમાકેદાર મુકાબલા પહેલાં સાંજે 5.30 વાગ્યે મિસાનોમાં FIM MotoGP વર્લ્ડ કપ ચેન્પિયનશિપ યોજાશે, જે પાછલા થોડા સમયથી બંધ હતી. એવામાં રવિવારનો દિવસ સ્પોર્ટ્સ લવર્સ માટે અતિ રોમાંચક હશે.
જ્યાં એક તરફ ટી20 ક્રિકેટનો ધમાકો ચાલુ રહેશે, તો બીજી તરફ સ્પેનિશ ફુટબોલ લીગના કેલેન્ડર ઈટરનો સૌથી મોટો મુકાબલો રિયાલ મૈડ્રિડ અને બર્સેલોના વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.45 વાગ્યે શરૂ થશે. જ્યારે રાતે 9 વાગ્યે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં મૈનચેસ્ટર યૂનાઈટેડ અને લિવરપૂલ વચ્ચે વધુ એક ક્લેશ ઑફ રેડ્સ જોવા મળશે. બંને ટીમ પોતાનું વર્ચસ્વ ફરી સ્થાપવા માંગશે.

આવા જ પ્રકારે રોમાંચક મુકાબલો ઈટાલિયન સિરીઝમાં થનાર છે જ્યાં ટેબલ ટૉપર પર ચાલી રહેલ નેપોલી ક્લબ અને ટાઈટલ ધારક એસ રોમા 9.30 વાગ્યે એકબીજા સાથે ટકરાશે. જ્યારે સોમવારે 12.30 વાગ્યે પાછલી વખતેના ચેમ્પિયન ઈંટર મિલાન અને પાછલા માસ્ટર્સ જુવેંટ્સ વચ્ચે મેચ રમાશે. ઉપરાંત આ રસપ્રદ ગેમ્સનું સમાપન યૂએસ ફોર્મ્યૂલા 1 રેસ સાથે થશે, જે ભારતીય સમયાનુસાર 12.30 વાગ્યે શરૂ થશે.
ડેઇલીહંટ સ્પોર્ટ્સ ઝોનમાં તમે આ ગેમ્સ લાઈવ જોવાનો લ્હાવો ઉઠાવી શકો છો. આ ઉપરાંત ડેઇલીહંટ પર તમને લાઈવ અપડેટ પણ મળતા રહેશે, ત્યારે મજેદાર વિકેન્ડ માટે ડેઇલીહંટ સાથે જોડાયા રહો.