જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં એનકાઉન્ટર, સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને માર્યા ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓમાં અથડામણ થઈ છે. જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ છે કે શોપિયાંના દરાગઢ વિસ્તારમાં થયેલ આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. રાજ્ય પોલિસ અને સુરક્ષાબળોની જોઈન્ટ ટીમે આ ઑપરેશનને અંજામ આપ્યો. બીજા અમુક આતંકવાદીઓ વિસ્તારમાં છૂપાયા હોવાની સંભાવના છે એવામાં સુરક્ષાબળો અહીં સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે શોપિયાંમાં આ અથડામણ વિશે જણાવ્યુ છે કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે જે 7/2020થી આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય હતો. તે પુલવામામાં એક ગરીબ મજૂરની હત્યામાં પણ શામેલ હતો. તેમણે જણાવ્યુ છે કે છેલ્લા 2 સપ્તાહમાં 15 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે.
પોલિસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ દેખાવાની સૂચના મળ્યા બાદ એસઓજી સેના અને સીઆરપીએફના જવાનોએ વિસ્તારને ઘેર્યો તો આતંદવાદીઓએ ગોળીઓ વરસાવવાનુ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાબળોએ પણ ગોળીઓ ચલાવી અને બે આતંકવાદીઓ ઠાર માર્યા. સુરક્ષાબળોએ અથડામણ સ્થળથી હથિયાારો અને દારુગોળો પણ જપ્ત કર્યા છે. આ વિસ્તારમાં પ્રશાસને ઈન્ટરનેટ સેવાઓ પણ હાલમાં બંધ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં છેલ્લા અમુક દિવસોથી સ્થિતિ ઘણી ખરાબ છે. ઘાટીમાં એક પછી એક હુમલા આતંકીઓએ કર્યા છે. કાશ્મીરથી બહારના લોકોને પણ નિશાન બનાવ્યા છે. વળી, સુરક્ષાબળો પર પણ હુમલા કર્યા છે. વળી, સુરક્ષાબળો તરફતી પણ આતંકવાદીઓના ખાત્મા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.