Exclusive: 2013 બાદ ઉત્તરાખંડમાં બીજો પ્રલય, Videoમાં જુઓ વિનાશ
રામનગરઃ ઉત્તરાખંડમાં થયેલ સતત અને ભારે વરસાદે જોરદાર કહેર મચાવ્યો છે. રવિવારે બપોરથી શરૂ થયેલ વરસાદ બાદ બગડેલી સ્થિતિમાં ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં અત્યાર સુધી 40થી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે જ્યરે ઘણા લોકો હજુ પણ ગુમ જણાવવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે જ્યાં ચારધામ યાત્રા પ્રભાવિત થઈ ત્યાં નૈનીતાલ અને રામનગરના જિમ કૉર્બેટ પાર્ક વિસ્તારમાં હિલ સ્ટેશનોની પણ ગંભીર સ્થિતિ છે. વરસાદનુ પાણી ઘણા લક્ઝરી રિસોર્ટની અંદર ઘૂસી ગયુ છે અને પર્યટકોને છતો પર ચડીને પોતાનો જીવ બચાવવા માટે મજબૂર થવુ પડ્યુ. આ દરમિયાન અમે આપને એક વીડિયો બતાવવા જઈ રહ્યા છે જેમાં માત્ર 24 કલાકમાં એક લક્ઝરી રિસૉર્ટ સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયુ.(વીડિયોઃ સમાચારના અંતમાં)

વાદળો વચ્ચે ખૂબ સુંદર હતો ઘાટીનો નઝારો
દશેરા બાદ મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડના જિમ કૉર્બેટ પાર્ક વિસ્તારમાં બનેલા લક્ઝરી રિસૉર્ટ અને હોટલોમાં રજાઓ ગાળવા માટે પહોંચ્યા હતા. રવિવારે હવામાન વિભાગે એલર્ટ આપીને આખા ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી અને સોમવાર સુધી વરસાદે ગતિ પકડી. જિમ કૉર્બેટ પાર્ક વચ્ચે વહેતી કોસી નદીના કિનારે ઘાટીમાં બનેલુ આ સુંદર રિસૉર્ટ પણ પર્યટકોથી ભરેલુ હતુ અને સોમવારે પહાડો વચ્ચેથી પસાર થતા વાદળ એક સુંદર નઝારો બનાવી રહ્યા હતા. રિસૉર્ટની સામે વહી રહેલી નદીમાં પણ પાણી ખૂબ ઓછુ હતુ અને અમુક લોકો નદી કિનારે ઉભા રહીને ફોટા લઈ રહ્યા હતા.

મંગળવારે સવારે પૂર વેગ પર કોસી, રિસૉર્ટમાં ઘૂસ્યુ પાણી
જો કે સોમવારે રાતે થયેલા મૂસળધાર વરસાદે આ સુંદર નઝારાને ભયાનક બનાવી દીધો. મંગળવારની સવારે જ્યારે લોકો સૂઈને ઉઠ્યા તો વરસાદની ગતિ ખૂબ હતી અને કોસી નદીમાં પૂર આવી ચૂક્યુ હતુ. કોસીનુ પાણી પોતાના પૂરા વેગથી વહી રહ્યુ હતુ. આસપાસના લોકોએ જણાવ્યુ કે રિસૉર્ટના રૂમમાં પૂરનુ પાણી ઘૂસી ચૂક્યુ છે અને લોકો ઉપરના હૉલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પૂરના કારણે રિસૉર્ટ અને આસપાસના વિસ્તારોમાં વિજળી પણ નથી.

2013 બાદ બીજો પ્રલય!
રિસૉર્ટની આસપાસ સ્થાનિક લોકોને જ્યારે પૂછવામાં આવ્યુ કે કોસી નદીમાં આ પહેલા ક્યારે પાણી આટલો વેગ દેખાયો હતો, તો તેમણે જણાવ્યુ કે કોસી નદીમાં પાણી ઓછુ જ રહે છે અને 2013માં જ્યારે કેદારનાથ ઘાટીમાં પ્રલય આવ્યો હતો ત્યારે એ વખતે નદીમાં પાણીનો આવો વેગ દેખાયો હતો. જો કે એ વખતે પાણીનુ સ્તર આનાથી પણ વધુ હતુ અને આસપાસના અમુક ગામ સંપૂર્ણપણે કોસીના વહેણમાં ડૂબી ગયા હતા.

વરસાદી નાળાએ ડરાવ્યા, પર્યટકોના શ્વાસ અટક્યા
વીડિયો લીધા બાદ જ્યારે અમે રાનીખેત રોડની નીચેની તરફ આવ્યા તો ઘણા વરસાદી નાળા પોતાના સંપૂર્ણ ઉફાન પર હતા અને ઠેર-ઠેર પર્યટકોની ગાડીઓ હતી. થોડા વધુ નીચે આવતા જાણવા મળ્યુ કે મોહાન ચોકી પાસે વધુ એક લક્ઝરી રિસૉર્ટ પાણીમાં ડૂબી ગયુ છે. આ રિસૉર્ટના લોકોએ છત પર ચડીને પોતાને બચાવ્યા અને લગભગ ડઝનેક ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી. બાદમાં છત પર ચડેલા પર્યટકોએ ટ્રેક્ટરની મદદથી બહાર નીકળીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે કોસી નદીનુ પાણી ગામોને પણ પોતાની ચપેટમાં લઈ ચૂક્યુ છે.