• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જળવાયુ પરિવર્તનથી ઈંગ્લેન્ડ પર પૂરનો ખતરો, એલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

આજથી 100 વર્ષ પહેલાં દુનિયા પર ઈંગ્લેન્ડનું રાજ હતું, પરંતુ કુદરતનો ખેલ જુઓ, કે આજે એજ ઈંગ્લેન્ડ બરબાદ થવાની કગાર પર પહોંચી ચૂક્યું છે. ઈંગ્લેન્ડના કેટલાય વિજ્ઞાનિકોએ મળીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ઈંગ્લેન્ડે ઈમરજન્સી પગલાં ના ઉઠાવ્યાં તો ઈંગ્લેન્ડનું અસ્તિત્વ જ મટી જશે. વૈજ્ઞાનિકોની એક ટીમે ચેતવણી જાહેર કરતા કહ્યું કે આવતા વર્ષે ગરમીથી ઈંગ્લેન્ડમાં બરબાદી સર્જાશે.

ઈંગ્લેન્ડ પર સૌથી મોટો ખતરો

ઈંગ્લેન્ડ પર સૌથી મોટો ખતરો

બ્રિટિશ સરકારની એક એજન્સીએ બુધવારે ચેતવણી જાહેર કરતા કહ્યું કે આ વર્ષે જર્મનીએ જેવી રીતે ભયાનક પૂરનો સામનો કર્યો હતો, તેનાથી પણ ખતરનાક પૂરનો સામનો આવતા વર્ષે બ્રિટેને કરવો પડશે, જેના કારણે બ્રિટેનમાં ભયાનક સ્તરે બરબાદી થશે. બ્રિટિશ સરકારની એજન્સીએ કહ્યું કે જો દેશ જળવાયુ પરિવર્તન રોકવા માટે આપાતકાલીન પગલાં નહીં ઉઠાવે તો બ્રિટેનમાં બરબાદી મચવી નક્કી છે, જેને રોકવી અશક્ય છે. બ્રિટિશ સરકારની એક એજન્સીના એક રિપોર્ટમાં પર્યાવરણ એજન્સીએ ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમ, શુષ્ક ગ્રીષ્મકાળ, ભીષણ પૂર, સમુદ્રમાં વધતું જળસ્તર અને પાણીની આપૂર્તિ પર ડરાવનાર રિપોર્ટ જાહેર છે.

2050 સુધી ખરાબ હાલ થશે

2050 સુધી ખરાબ હાલ થશે

બ્રિટેન સરકારની પર્યાવરણ એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે વિશ્વમાં એવરેજ તાપમાન વધવાનું અનુમાન 2 ડિગ્રી સેલ્સિયસ લગાવવામાં આવ્યું છે, પરંતુ જો તેનાથી ઓછું તાપમાન પણ વધે છે તો બ્રિટેનમાં દર વર્ષે થતા વરસાદમાં 6 ટકાનો વધારો થઈ જશે. જ્યારે 2050 સુધી બ્રિટેનમાં એવરેજ 15 ટકા જેટલો વરસાદ વધી જશે, જેનો મતલબ કે બ્રિટેનમાં ચારોતરફથી બરબાદી જ બરબાદી થશે અને મોટા ભાગના શહેરો, ગામડાંઓ અને કસ્બાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જશે. મોટાભાગના શહેરોનું અસ્તિત્વ જ મટી જશે. રિપોર્ટમાં એમ પણ ચેતવણી આપવામાં આવી છે કે 2050 સુધી લંડનના સમુદ્રનુ્ં જળસ્તર 23 સેન્ટીમીટરથી 29 સેન્ટીમીટર વધી જશે, જેની ભયાનક અસર થશે અને 2080 સુધી બ્રિટેનમાં સમુદ્રનું જળસ્તર 45 સેંટીમીટર વધી જશે, જેમાં કેટલાય શહેરો હંમેશા માટે ડૂબી જશે.

રિપોર્ટથી બ્રિટનમાં હાહાકાર

રિપોર્ટથી બ્રિટનમાં હાહાકાર

બ્રિટિશ સરકારની પર્યાવરણીય એજન્સીની અધ્યક્ષ એમ્મા હૉવર્ડ બૉયડે કહ્યું કે, જળવાયુ પરિવર્તન નિશ્ચિત છે અને સામે બસ બે ઉપાય છે, તેને રોકો અથવા તો મરો. એટલે કે એજન્સીએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે ગ્લોબલ વોર્મિંગ રોકી લો અથવા તો મરવા માટે તૈયાર થઈ જાઓ. તેમણે કહ્યું કે "જો બ્રિટને બચવું હોય તો સરકારે કોઈ રીતે ઉપાય કરવા જ પડશે અને લોકોએ આપાતકાલીન અવાજ ઉઠાવવો જ પડશે, તે સિવાય હવે બધા જ વિકલ્પો ખતમ થઈ ચૂક્યા છે." જણાવી દઈએ કે માત્ર બ્રિટન જ નહીં, ચીનને લઈને પણ પાછલા દિવસોમાં આવો જ એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે ચીનના કેટલાય ઔદ્યોગિક શહેરો જલદી જ સમુદ્રમાં ડૂબી જશે.

ચીનને લઈ ડરાવનાર રિપોર્ટ

ચીનને લઈ ડરાવનાર રિપોર્ટ

ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ રશિયાના પૂર્વીય તટીય શહેરો પર બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને આગલા કેટલાક વર્ષોમાં ચીન પર તેની અસર દેખાવવી શરૂ થઈ જશે. રિપોર્ટ મુજબ જ્યારે ચીનની જનસંખ્યા જીડીપીને સમુદ્રી લેવલ વધવા સાથે જોડવામાં આવ્યું અને પછી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તો માલૂમ પડ્યું કે ચીન બહુ મોટા ખતરામાં ઘેરાઈ ગયું છે. રિપોર્ટથી માલુમ પડે છે કે ચીનના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાં તેજીથી સમુદ્રી ભરતી આવશે અને સમુદ્રી પૂર તથા ભરતીને કારણે ચીનના મોટાં મોટાં ઔદ્યોગિક શહેરો બરબાદ થઈ જશે. બચવાનો એક જ રસ્તો છે અને તે છે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી ક્લાઈમેટ ચેન્જને રોકવું, જે શક્ય નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે સમુદ્રમાં પાણીનું લેવલ ઘણું વધી જશે, જે ચીનના પૂર્વી તટીય શહેરો માટે વિનાશકારી હશે.

શાંઘાઈ પર સૌથી મોટો ખતરો

શાંઘાઈ પર સૌથી મોટો ખતરો

શાંઘાઈ શહેર ચીનનું સૌથી મોટું આર્થિક શહેર માનવામાં આવે છે અને ત્યાં ચીનની મોટી મોટી પ્રતિષ્ઠિત કંપનીઓ આવેલી છે. શાંઘાઈ શહેર યાંગ્જી નદી અને હાંગ્જો વચ્ચે આવેલ છે અને સમુદ્રી પૂર અને ભરતીના લપેટામાં આવનાર આ સૌથી પહેલું શહેર હશે. વર્ષ 2019ના આંકડાઓ મુજબ ચીન માત્ર એકલાં શાંઘાઈ શહેરમાંથી 974 બિલિયન ડોલરનો વેપાર કરે છે, જે ચીનની જીડીપીનો સૌથી મોટો ભાગ છે અને સમુદ્રી પીરના લપેટામાં સૌથી પહેલાં આ શહેર આવશે.

સમુદ્રી પૂર કેટલું નુકસાનકારક

સમુદ્રી પૂર કેટલું નુકસાનકારક

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સમુદ્રી જળસ્તર વધવાથી આ શહેર ડૂબી જશે એવું નથી, બલકે અહીંથી વેપાર કરવો અશક્ય થઈ જશે. એવું એટલા માટે કેમ કે સતત સમુદ્રી તોફાન આવવાથી વારંવાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચશે. એક્સપર્ટ અને ઈમ્પોર્ટ પર ભારે પ્રભાવ પડશે. પાણીની આપૂર્તિની કમી થઈ જશે અને સૌથી મોટો ખતરો એ છે કે વારંવાર પૂર અને તોફાન આવવાથી શહેરની માટી ઘણી કમજોર થઈ જશે, આ હિસાબે અહીં ઉત્પાદન કરવું મુશ્કેલ થઈ જશે. તોફાનના કારણે વારંવાર વેપાર રોકવો પડશે અને ઉત્પાદન બંધ કરવું પડશે, જેનાથી ચીનના આ શહેરોનો આર્થિક વિકાસ સંપૂર્ણપણે અટકી જશે, જેની અસર ચીનની જીડીપી પર પડશે.

English summary
Climate change threatens flooding in England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X