Corona Update : દેશમાં 203 દિવસ બાદ સૌથી ઓછા તો રાજ્યમાં 64 ટકાનો વધારો
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસ અંગે રાહતના સમાચાર છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,833 નવા કેસ નોંધાયા છે. આવા સમયે 203 દિવસ બાદ સૌથી ઓછી સંખ્યા 2,46,687 નોંધાઈ છે. કોવિડ માટે પણ મોટી સંખ્યામાં લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બુધવારના રોજ જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબર સુધી દેશમાં કુલ 57,68,03,867 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી મંગળવારના રોજ 14,09,825 પરીક્ષણો કરાયા હતા.

278 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા
કોરોના વાયરસના નવા કેસમાં રાહત સાથે છેલ્લા 24 કલાકમાં 24,770 લોકો રોગચાળામાંથી સાજા પણ થયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન દેશમાં મૃત્યુ થયાહતા. આ સાથે 278 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મંગળવારના રોજ પણ કોરોના વાયરસના નવા કેસ 20 હજારના આંકડા કરતા ઓછા નોંધાયા હતા.
આ દિવસે18346 નવા કેસ નોંધાયા અને 263 લોકો મૃત્યુ પામ્યા હતા. 201 દિવસ બાદ મંગળવારમા રોજ નવા કેસમાં આટલો ઘટાડો નોંધાયો હતો. આ અગાઉના દિવસે 4770લોકો કોવિડથી સાજા પણ થયા હતા.

92 કરોડથી વધુ ડોઝ અપાયા
કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ભારતની 70 ટકા વસ્તીનેઅત્યાર સુધી રસી આપવામાં આવી છે. જો કે, આમાં રસીનો પ્રથમ અને બીજો ડોઝ લેનારા બંનેનો સમાવેશ થાય છે.
દેશમાં રસીકરણની સંખ્યા 92 કરોડને વટાવી ગઈછે. 5 ઓક્ટોબરના રોજ રસીના કુલ 59 લાખ 48 હજાર 360 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રસીના 92 કરોડ 17 લાખ 65 હજાર 405 ડોઝ આપવામાંઆવ્યા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
રાજ્યમાં 31 દિવસના અંતરાલ બાદ મંગળવારના રોજ ગુજરાતે કોવિડ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જૂનાગઢ જિલ્લામાં એક દર્દીનું મોત નીપજતાં મૃત્યુઆંક 10,083 થયોછે. આ અગાઉનું મૃત્યુ 3 સપ્ટેમ્બરના રોજ આ મોત નોંધાયું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા કોવિડ કેસ સામે આવ્યા છે, જે સોમવારના રોજ કેસની સરખામણીમાં 64 ટકાનો વધારો નોંધાયો છે. નવા કેસોમાં વલસાડમાંથી7, સુરત શહેરમાંથી 5, સુરત જિલ્લામાંથી 3, ખેડા અને રાજકોટ શહેરમાંથી 2-2 અને અમદાવાદ અને વડોદરા શહેર, જૂનાગઢ અને નવસારી જિલ્લામાંથી 1-1 કેસશામેલ છે.

રાજ્યમાં સક્રિય કેસ ફરી 180 ને સ્પર્શી ગયા
રાજ્યમાં સક્રિય કેસ ફરી 180 ને સ્પર્શી ગયા છે. જિલ્લાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા - સુરત, વલસાડ અને નવસારી - 50% સક્રિય કેસધરાવે છે. અમદાવાદમાં બીજા 24 ટકા કેસ છે. નિષ્ણાતો કેસમાં વધારો સામે સાવધાનીની સલાહ આપે છે અને નાગરિકોને કોવિડ સલામતી નિયમોનું પાલન કરવાવિનંતી કરે છે.