અમારી સરકાર એલિયન્સ સાથે મળેલી છે, વર્ષોથી ટેકનોલોજી શેર કરી રહી છે!
વોશિંગ્ટન, 3 ઓક્ટોબર : એલિયન્સ એટલે કે અન્ય ગ્રહો પર રહેતા જીવો વિશે આખા વિશ્વમાંથી આશ્ચર્યજનક દાવાઓ આવતા રહે છે. તાજેતરમાં અમેરિકાના એક ગાયકે તેના પોતાના દેશની સરકાર પર આરોપ લગાવ્યો કે તે એલિયન્સ વિશે બધું જ જાણે છે. અમેરિકન સિંગર શોન રાયડરના આ સનસનીખેજ દાવા પછી તેનું નિવેદન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઘણા લોકો સિંગરના દાવા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમેરિકન ગાયકનો આશ્ચર્યજનક દાવો
હેપ્પી મંડેઝ ગ્રુપના યુકેમાં જન્મેલા ગાયક શોન રાયડરે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. તેને ફેન્સ અને વિશ્વને ત્યારે આશ્ચર્યચકિત કર્યું જ્યારે તેને કહ્યું કે યુએસ સરકાર એલિયન્સ સાથે સંપર્કમાં છે અને ટેકનોલોજી શેર કરે છે. ગાયકે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નામ લીધું અને કહ્યું કે, સ્ટીફન જેવા અલૌકિક લોકો કહે છે કે એલિયન આપણા માટે ખતરનાક બની શકે છે પરંતુ તે હાસ્યાસ્પદ છે.

બાળપણમાં યુએફઓ જોયું હતું
ગાયક શોન રાયડરે આગળ કહ્યું કે, 1978 માં માત્ર 15 વર્ષની ઉંમરે મેં જે અનુભવ્યું તેને મારું આખું જીવન બદલી નાખ્યું. હું બસ સ્ટોપ પર જઈ રહ્યો હતો અને તે જ જગ્યાએ બીજો સ્કૂલનો છોકરો હતો. અમે બંને આકાશને જોઈ રહ્યાં હતા. મને ખબર નથી કે અમે કેમ જોઈ રહ્યા હતા પણ તે સમયે આકાશમાં પ્રકાશનો એક બોલ હતો. હું કહી શકતો નથી કે તે કેટલો મોટો હતો પરંતુ મને જે ખબર છે તે મુજબ તે જગુઆર કાર જેટલો મોટો હતો.

સંશોધન માટે જિંદગી લગાવી દીધી
સિંગર શો એ પોતાનું જીવન યુએફઓના સંશોધન માટે સમર્પિત કર્યું. સીનના જણાવ્યા મુજબ, વર્ષોના સંશોધન પછી તેના હાથમાંએ ઘણા આશ્ચર્યજનક તારણો આવ્યા. તેને ખાતરી છે કે UFOs આજથી જ નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણી પૃથ્વી પર આવી રહ્યા છે. આપણે તેના દ્વારા બનાવેલ આનુવંશિક ઇજનેરીનો નમૂનો હોઈ શકીએ છીએ.