ટ્રીમરથી શેવિંગ પર પ્રતિબંધ, સ્ટાઇલિશ હેરસ્ટાઇલ રાખવા બદલ થશે સજા
કાબુલ : અફઘાનિસ્તાનના કબ્જા બાદ તાલિબાનોએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. હવે લોકોએ કઈ પ્રકારની દાઢી રાખવી, વાળ કેવી રીતે બનાવવા તેના પર નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર તાલિબાનોએ હેલમંડ પ્રાંતમાં દાઢી અને વાળને લગતા નવા નિયમો લાગુ કર્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.

વાળ અને દાઢીના નિયમો
અફઘાન મીડિયા અહેવાલ આપે છે કે, તાલિબાનોએ હેલમંડ પ્રાંતમાં દાઢી કાઢવા અથવા કાપવા માટે હેરડ્રેસરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રન્ટીયર પોસ્ટતાલિબાન દ્વારા જાહેર કરાયેલા પત્રને ટાંકીને કહે છે કે, "તાલિબાનોએ દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં સ્ટાઇલિશ હેરસ્ટાઇલ અને દાઢી પર પ્રતિબંધ મૂક્યો છે."
અખબારે વધુમાં જણાવ્યું હતું કે, "ઇસ્લામિક ઓરિએન્ટેશન મંત્રાલયના અધિકારીઓએ પ્રાંતીય રાજધાની લશ્કર ગાહમાં પુરુષોના હેરડ્રેસીંગ સલુન્સના પ્રતિનિધિઓસાથેની બેઠકમાં વાળ અંગે નવા નિયમો બનાવ્યા હતા. જે જણાવે છે કે, તમામ લોકોએ તેમની હેર સ્ટાઇલ સરળ રાખવી પડશે અને દાઢી વધારવા માટે સલૂન ટ્રીમરનોઉપયોગ કરી શકતા નથી.

સલુન્સમાં ગીતો ન વગાડવાનું ફરમાન
ધ ફ્રન્ટીયર પોસ્ટના અહેવાલ અનુસાર, આ આદેશ સાથે તાલિબાને સલૂનના માલિકોને પણ અપીલ કરી છે કે, હેર ડ્રેસિંગ સલુન્સના પરિસરમાં કોઈપણ પ્રકારનું સંગીત કે ઈસ્લામિક ગીતો ન સાંભળે. આ સાથે તાલિબાને તેમના પહેલાના શાસનની જેમ આખા દેશમાં દમનકારી શાસન લાદ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મોટાપાયે માનવ અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો વચ્ચે તાલિબાને ગયા અઠવાડિયે હેરાટ શહેરમાં ચાર લોકોની કથિત અપહરણ માટે હત્યા કરવામાં આવી હતી, પહેલા સેંકડો લોકોની સામે એક ચોક પર માર્યા અને પછી તેમના શરીરને ક્રેન સાથે બાંધીને લટકાવ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાથ કાપવા ખૂબ જ જરૂરી છે
તાલિબાનના સ્થાપકોમાંના એક અને ઇસ્લામિક કાયદાના કઠોર અર્થઘટન માટે કુખ્યાત, જ્યારે તેણે 1996માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી, તે તેના ક્રૂર શાસન માટેવિશ્વભરમાં કુખ્યાત હતો.
તાલિબાનો માટે કોઈને ફાંસી આપવી, પથ્થરમારો કરવો અને તેમના હાથ કાપી નાખવા એ મોટી વાત ન હતી, પરંતુ આ વખતે તાલિબાનેકાબુલ પર કબ્જો કર્યા બાદ 'ઉદારવાદી' હોવાનો દાવો કર્યો હતો, પરંતુ દરેક વચનની જેમ તાલિબાને આ વચન તોડ્યું છે. ધ એસોસિયેટેડ પ્રેસ સાથેની મુલાકાતમાંમુલ્લા નૂરુદ્દીન તુરાબીએ કહ્યું હતું કે 'હાથ કાપવા અત્યંત જરૂરી છે.'

સ્ટેડિયમમાં ફાંસી આપવામાં નહીં આવે
તાલિબાનના મંત્રી બનેલા મુલ્લા નુરુદ્દીન તુરાબીએ આ વખતે કહ્યું છે કે, તે જાહેર સ્થળોએ કોઈ કેદીને ફાંસી નહીં આપે. તેના બદલે કેદીઓને હવે જેલમાં જ ફાંસીઆપવામાં આવશે. આ અગાઉ તાલિબાન કોઈ વ્યક્તિને સ્ટેડિયમમાં અથવા શેરીઓમાં લટકાવી દેતા હતા અને તેના શબને ચોકમાં લટકાવતા હતા. "દરેક વ્યક્તિએ
સ્ટેડિયમમાં સજા આપવા બદલ અમારી ટીકા કરી હતી, પરંતુ તેમણે ક્યારેય આમારા કાયદાઓ અને સજા વિશે કશું કહ્યું નથી. અમારા કાયદા શું હોવા જોઈએ એ અમને
જણાવવાની જરૂર નથી. અમે ઈસ્લામનું પાલન કરીશું અને કુરાન પર અમારા કાયદા બનાવીશું.

1990ના દાયકામાં પરત ફર્યું તાલિબાન
તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યો અને અફઘાનિસ્તાનનો કબ્જો મેળવ્યો ત્યારથી અફઘાનિસ્તાન અને વિશ્વના લોકો જોઈ રહ્યા હતા કે, તેઓ 1990નાદાયકાના અંતમાં તેમના કઠોર શાસનને પુનઃસ્થાપિત કરશે કે નહીં. તુરાબીની ટિપ્પણીએ સ્પષ્ટ કરી દીધું કે, તાલિબાન બિલકુલ બદલાયું નથી અને ભૂતકાળની જેમ જક્રૂરતા ચાલુ રાખશે.
તાલિબાને ભલે પશ્ચિમે બનાવેલી ટેકનોલોજીને સ્વીકારી લીધી હોય, પરંતુ તેની કટ્ટરવાદી વિચારસરણી હજૂ પણ યથાવત છે.