અમેરિકામાં નરેન્દ્ર મોદી-બાઇડનની મુલાકાતમાં ભારતીય સંબંધને લઈને શું વાત થઈ?
ભારત-અમેરિકાના સંબંધોના મજબૂત કરવાની દિશામાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકામાં છે.
શુક્રવારે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.
આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થાય એ પહેલાં એક રસપ્રદ વાત થઈ હતી.
જ્યારે બંને શીર્ષ નેતા મળ્યા ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડને હળવા અંદાજમાં ભારત સાથે તેમનો પારિવારિક સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
બાઇડને કહ્યું કે જ્યારે તેઓ પહેલી વાર અમેરિકાની સૅનેટ માટે ચૂંટાયા તો તેમને મુંબઈથી એક પત્ર મળ્યો હતો, જેમાં કહેવાયું હતું કે તેમનું ઉપનામ પણ બાઇડન અને બાદમાં તેમને આ અંગે વધુ જાણકારી મેળવવાનો મોકો ન મળ્યો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉલ્લેખ
https://www.youtube.com/watch?v=VrWAFKZfANQ
બાદમાં તેઓ દેશના ઉપરાષ્ટ્રપિત બન્યા ત્યારે ભારત ગયા હતા. આ દરમિયાન સ્થાનિક મીડિયાએ તેમને ભારતીય સંબંધીઓ અંગે પૂછ્યું તો બાઇડને તેમને એ પત્ર અંગે જણાવ્યું હતું.
બાઇડને જણાવ્યું કે પછીના દિવસે ભારતીય મીડિયાએ તેમને જણાવ્યું કે ભારતમાં કેટલાક બાઇડન્સ છે.
બાઇડને કહ્યું કે "જોકે અમે તેનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. મેં જાણ્યું કે કૅપ્ટન જ્યૉર્જ બાઇડન હતા, જે ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં હતા."
તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો હવાલો આપી રહ્યા હતા, જેમણે ઓપનિવેશક ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં વેપારને નિયંત્રિત કર્યો હતો.
બાઇડન મોટા ભાગે પોતાના આઈરીશ વંશજો અંગે વાત કરતા હોય છે અને હળવા અંદાજમાં કહ્યું કે 'એક આઈરીશમૅન માટે બ્રિટિશ સંબંધોને સ્વીકારવાનું બહુ કઠિન હોય છે.'
બાડઇન અગાઉ પણ ભારતીય લોકો સામે પોતાના આ સંબંધ અંગે જણાવી ચૂક્યા છે.
તેમણે ફરી એક વાર કહ્યું કે કૅપ્ટન બાઇડન 'ભારતમાં રોકાયા હતા અને ભારતીય મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.'
જોકે રાષ્ટ્રપતિ બાઇડન વધુ કોઈ જાણકારી આપી શક્યા નહીં, પણ તેમણે મજાકમાં કહ્યું કે મોદી વૉશિંગ્ટનનમાં 'મને તેના અંગે જાણકારી મેળવવામાં મદદ કરશે.'
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસની પહેલી મુલાકાત મહત્ત્વની કેમ?
- 'મૂડીવાદના માર્ગે' માલામાલ થયેલા ચીનને જિનપિંગ ફરી સમાજવાદ ભણી લઈ જઈ રહ્યા છે?
મોદીએ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ કેટલાક દસ્તાવેજો લઈને આવ્યા છે, જે રાષ્ટ્રપતિના મુંબઈ પરના સંબંધ પર પ્રકાશ પાડશે.
બાઇડને તેના પર મજાકિયા અંદાજમાં મોદીને પૂછ્યું, "શું આપણે સંબંધી છીએ?"
વડા પ્રધાને પુષ્ટિ કરતા કહ્યું કે 46મા અમેરિકન રાષ્ટ્રપતિના વાસ્તવમાં ઉપમહાદ્વીપ સાથે પારિવારિક સંબંધો હતા.
મોદીએ બાઇડનને કહ્યું કે 'કદાચ આપણે આ મામલાને આગળ લઈ જશું અને કદાચ આ દસ્તાવેજ તમને કામ લાગી શકે.'
આ સિવાય રાષ્ટ્રપતિ બાઇડને ભારત-અમેરિકાના સંબંધો પર કહ્યું, "આપણે જે કરીએ છીએ, તેનાથી પણ આપણી ભાગીદારી મોટી છે. આ તેને લઈને છે કે આપણે કોણ છીએ... આપણા લોકતાંત્રિક મૂલ્યો, આપણી વિવિધતા અને પારિવારિક સંબંધો, જેમાં 40 લાખ ભારતીય-અમેરિકન સામેલ છે, જે અમેરિકાને મજબૂત બનાવે છે."
- નરેન્દ્ર મોદી અમેરિકામાં આ પાંચ મોટી કંપનીના CEOની મુલાકાત કેમ મહત્ત્વપૂર્ણ?
- PM મોદી અમેરિકાના પ્રવાસે, ભારતની અફઘાનિસ્તાન અંગેની ચિંતા કેટલી દૂર કરી શકશે?
https://www.youtube.com/watch?v=9AqCzIacPn4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો