UNમાં ઈમરાન ખાનના ભાષણ પર ભારતનો જવાબ, 'POKને ત્વરિત ખાલી કરે પાકિસ્તાન'
ન્યૂયૉર્કઃ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ પાકિસ્તાનના પ્રોપાગાન્ડાની પોલ ખોલી દીધી. યુએનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ભાષણ પર જવાબ આપીને ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ કહ્યુ કે પાકિસ્તાન હંમેશાથી આતંકને પ્રોત્સાહન આપતુ આવ્યુ છે અને આ વાત યુએનના સભ્ય દેશો જાણે છે. તેમણે પાકિસ્તાનને પીઓકે(POK)ખાલી કરવાની વાત પણ કહી છે. રાઈટ ટુ રિપ્લાય(જવાબ આપવાના અધિકાર) હેઠળ ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઈમરાન ખાનના ભાષણ પર જવાબ આપીને કહ્યુ કે હું પાકિસ્તાનના નેતા(ઈમરાન ખાન)એ આપેલા ભાષણ પર પોતાના રાઈટટુ રિપ્લાઈના અધિકારનો ઉપયોગ કરવા માંગુ છે કે પાકિસ્તાનના નેતા હંમેશાથી મારા દેશની આંતરિક બાબતોને ઉઠાવે છે અને વૈશ્વિક સ્તરે જૂઠ ફેલાવવા માટે આ પ્રતિષ્ઠિત મંચની છબીને ધૂંધળી કરે છે.

પાકિસ્તાન હંમેશાથી ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરે છેઃ યુએનમાં ભારત
સ્નેહા દુબેએ કહ્યુ, 'ખૂબ અફસોસની વાત છે કે આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનના નેતાએ મારા દેશ સામે ખોટા અને દૂર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે યુએનના મંચનો દુરુપયોગ કર્યો છે. પાકિત્તાન આમ કરીને દુનિયાભરના દેશોનુ ધ્યાન પોતાના દેશની એ સ્થિતિથી હટાવવાની કોશિશ કરી રહ્યુ છે જ્યાં આતંકવાદીઓને મફત પાસ આપવામાં આવે છે અને તે લોકો તેનો આનંદ લે છે.'

'POKને તરત જ ખાલી કરે પાકિસ્તાન'
ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ યુએનમાં કહ્યુ, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. આમાં એ ક્ષેત્રો શામેલ છે જે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાં છે. અમે પાકિસ્તાનને તેને ગેરકાયદે કબ્જાવાળા બધા ક્ષેત્રોને ત્વરિત ખાલી કરવાનુ આહ્વાન કરીએ છીએ.'

આતંકવાદીઓને આશ્રય આપવો અને ફંડિંગ કરવુ પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે
ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ કહ્યુ કે યુએનના બધા સભ્ય દેશો જાણે છે કે પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે આતંકવાદીઓને શરણ આપવી, આતંકવાદીઓનુ ફંડિંગ કરવુ અને તેમને હથિયારો સપ્લાઈ કરાવવા. સ્નેહા દુબેએ કહ્યુ, 'પાકિસ્તાન હંમેશાથી આતંકવાદીઓને શરણ આપતુ આવ્યુ છે અને આતંકને સક્રિય રીતે સમર્થન કરવા આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમની આ નીતિ અને ઈતિહાસ રહ્યો છે. એક એવો દેશ છે જેને રાજ્યની નીતિ તરીકે ખુલ્લી રીતે સમર્થન, પ્રશિક્ષણ, આર્થિક પોષણ અને આતંકવાદીઓને હથિયાર આપવા રૂપે માન્યતા પ્રાપ્ત છે.'

યુએનમાં પાક પીએમ ઈમરાન ખાને શું કહ્યુ હતુ?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરીને શુક્રવારે(24 સપ્ટેમ્બર) પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાક પીએમ ઈમરાન ખાને કહ્યુ હતુ કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે અને દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ જમ્મુ અને કાશ્મીર વિવાદના સમાધાન પર પણ નિર્ભર છે. પાક પીએમે કહ્યુ, 'પાકિસ્તાન સાથે સાર્થક અને જોડાણ માટે અનુકૂળ માહોલ બનાવવાની જવાબદારી ભારત પર છે.'