QUAD બેઠકમાં ઉઠ્યો તાલિબાની સરકારનો મુદ્દો, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર પણ ચર્ચા
વૉશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે(24 સપ્ટેમ્બર) વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. ત્યારબાદ ક્વાડ દેશોની બેઠક કરવામાં આવી. આ બંને બેઠકોમાં તાલિબાની સરકારના મુદ્દે વાત કરવામાં આવી છે. તે સાથે જ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી છે. જો બાઈડેન અને પીએમ મોદીની બેઠકમાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યુ કે તાલિબાને પોતાના વચનો પૂરા કરવા પડશે. વળી, પીએમ મોદી અને બાઈડેને એ વાત પર પણ જોર આપ્યુ કે અફઘાનિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં નહિ આવે. ક્વાડ બેઠક દરમિયાન એ વાત પર પણ ચર્ચા કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની આટલી સક્રિયતા કેમ રહી છે.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા અને આતંકવાદમાં તેમની સંલિપ્તતા ક્વાડ શિખર સંમેલન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય ચર્ચામાં કરવામાં આવેલા મુદ્દાઓમાંની એક હતી. એક પ્રેસ કૉન્ફરન્સ દરમિાયન આતંકવાદને પાકિસ્તાનના સમર્થન પર એક સવાલના જવાબમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે પાકિસ્તાન વાસ્તવમાં ઘણી રીતે એ સમસ્યાઓ માટે ઉકસાવી રહ્યુ છે જેનાથી ભારત પડોશ અને તેની બહાર ઉકેલી રહ્યુ છે.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાને વધુ સાવધાનીથી જોવાની જરૂર
સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ક્વાડ બેઠક અને પીએમ મોદી અને જો બાઈડેનની બેઠક પર સંયુક્ત અપડેટ આપીને કહ્યુ, 'પીએમ મોદી અને જો બાઈડેનની બેઠક અને ક્વાડ શિખર સંમેલન બંનેમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાને વધુ સાવધાનીથી જોવાની જરૂર, તપાસ કરવી, નિરીક્ષણ રાખવુ, આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની ભૂમિકા વિશે વિચાર કરવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.'
હર્ષવર્ધન શ્રૃંગલાએ આગળ કહ્યુ, 'ચર્ચા દરમિયાન એ કહેવામાં આવ્યુ છે કે નિશ્ચિત રીતે ભલે તે ક્વાડ હોય કે અન્ય દેશ બધાએ આ મુદ્દાઓ પર નજર રાખવી પડશે. એક મહત્વપૂર્ણ કારક જેને ક્યારેક-ક્યારેક નજરઅંદાજ કરી દેવામાં આવે છે જ્યારે તમે પાકિસ્તાનને ખુદને એક સૂત્રધાર તરીકે રજૂ કરતા જુઓ છે કે શું આ વાસ્તવમાં અમારા પડોશ અને તેનાથી આગળની અમુક સમસ્યાઓ માટે ઉકસાવવાનુ છે.'
અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવા પર મોદી અને બાઈડેનનુ ધ્યાન
ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે ભારત અને અમેરિકા બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વ પર જોર આપ્યુ છે. તેમણે કહ્યુ, 'મને લાગે છે કે આ અંગે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા અને એક નિશ્ચિત દ્રષ્ટિકોણ માટે તેમના ચાલુ રહેવા અંગે બંને નેતાઓએ સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરી છે. બંને નેતાઓને એ વાતની ચિંતા છે કે અફઘાનિસ્તાન કેવી હોવુ જોઈએ.'