નવી દિલ્લીઃ છત્તીસગઢમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. છત્તીસગઢમાં સરકારમાં ભાગીદારીને લઈને પાર્ટીની અંદર આંતર કલેશની વાત સામે આવી હતી જે બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને મંત્રી ટીએસ સિંહ દેવને દિલ્લી બોલાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્લી પહોંચ્યા છે. સૂત્રોની માનીએ તો છત્તીસગઢના પ્રભારી પીએલ પુનિયા સાથે પણ હાઈ કમાન્ડ મુલાકાત કરી શકે છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાનુ કહેવુ છે કે મુખ્યમંત્રી સાથે રાહુલ ગાંધીની આ બેઠક લગભગ એક મહિના પહેલા જ નક્કી હતી. આ બેઠક દરમિયાન રાજ્યમાં સત્તામાં ભાગીદારીને લઈને ફૉર્મ્યુલા પર વાત કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ છત્તીસગઢના નેતાઓ સાથે મુલાકાત બાદ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરીને રાહુલ ગાંધીએ રીડ હૉફમેનના કથન, તમારુ દિમાગ કે રણનીતિ ભલે ગમે તેટલી સારી હોય, જોતમે એકલા રમસો તો તમારી ટીમ હંમેશા હારશેને શેર કર્યુ. ફોટામાં રાહુલ ગાંધી સાથે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજ્યના અન્ય નેતા જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની સરકારે રાજ્યમાં અઢી વર્ષ પૂરા કરી લીધા છે. જૂન મહિનામાં અઢી વર્ષ પૂરા થયા બાદથી જ ટીએસ સિંહ દેવના સમર્થક દેવને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. કાર્યકર્તાઓનુ કહેવુ છે કે ડિસેમ્બર 2018માં સરકારની રચના બાદ એ સમજૂતી થઈ હતી કે બંને અઢી-અઢી વર્ષ સુધી માટે મુખ્યમંત્રીની ખુરશી પર રહેશે.
ટીએસ સિંહ દેવના નજીકના સૂત્રોનુ કહેવુ છે કે તે મુખ્યમંત્રી પદથી ઓછી કોઈ વાત માટે સમજૂતી માટે તૈયાર નથી. જો તેમને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવવામાં નહિ આવે તો તે સરકારમાંથી અલગ થઈ જશે. ત્યાં સુધી કે તે કોંગ્રેસ પાર્ટી પણ છોડી શકે છે. જો કે સૂત્રનુ કહેવુ છે કે ટીએસ સિંહ દેવ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં શામેલ નહિ થાય પરંતુ તે બઘેલ સરકારની અંદર કામ નહિ કરે.