નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે જે રીતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને નિવેદન આપ્યુ હતુ તે બાદ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલુ જ નહિ નારાયણ રાણેની ધરપકડ માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર મામલે નારાયણ રાણેનુ કહેવુ છે કે મે કંઈ ખોટુ કહ્યુ નથી. નારાયણ રાણેએ કહ્યુ કે મને એ વિશે માહિતી નથી મારી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હું સામાન્ય માણસ નથી. મે કોઈ ગુનો નથી કર્યો. શું એ ગુનો છે કે જો કોઈને 15 ઓગસ્ટ વિશે માહિતી નથી. મે એ કહ્યુ હતુ કે મે થપ્પડ મારી દીધી હોત, આ મારા શબ્દો હતો, આ કોઈ ગુનો નથી.
નારાયણ રાણેએ કહ્યુ હતુ કે 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે વચમાં અટકીને પોતાના સહયોગીઓને સ્વતંત્રતા દિવસના વર્ષ વિશે પૂછે છે. જો હું ત્યાં હોત તો થપ્પડ મારી દેત. નારાયણ રાણેના આ નિવેદન બાદ વિવાદ વધી ગયો હતો. શિવસેનાએ નારાયણ રાણે સામે ઠેર-ઠેર પોસ્ટર લગાવી દીધા અને તેમને મુર્ગી ચોર કહી દીધા. તમને જણાવી દઈએ કે નારાયણ રાણે લગભગ પાંચ દશક પહેલા મુર્ગી વેચવાનુ કામ કરતા હતા આના પર કટાક્ષ કરીને શિવસેનાએ તેમની સામે પોસ્ટર લગાવ્યા છે.
નાસિકના પોલિસ કમિશ્નર દીપક પાંડેએ કહ્યુ કે આ ગંભીર કેસ છે, આના માટે એક ટીમની રચના કરી દેવામાં આવી છે કે જે કેન્દ્રીય મંત્રી સામે કાર્યવાહી કરશે. તે જ્યાં પણ હશે તેમને કોર્ટ સામે હાજર કરવામાં આવશે. કોર્ટનો જે પણ ચુકાદો હશે અમે તેનુ પાલન કરીશુ. પોલિસ કમિશ્નરે કહ્યુ કે શિવસેનાના નાસિક ચીફે નારાયણ રાણે સામે ફરિયાદ નોંધાવી છે. રાણેના આ નિવેદનથી તેમને દુઃખ થયુ છે. કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નાસિક સાઈબર પોલિસ સ્ટેશનમાં નારાયણ રાણે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.