પાકિસ્તાન જવાબદાર છે
અફઘાનિસ્તાનની પોપ સ્ટાર આર્યના સઈદે તાલિબાનોએ કાબુલ પર કબ્જો જમાવ્યા બાદ તેને દેશ છોડી દીધો હતો. તેને ભૂતકાળમાં પણ તાલિબાન તરફથી ધમકીઓ મળી છે. તાલિબાનો જે નાની છોકરીઓને શાળાએ જતા જોઈ શકતા નથી, તેઓ એક મહિલાને પોપ સ્ટાર તરીકે કેવી રીતે સહન કરી શકે.
આર્યના સઈદે કહ્યું કે, પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે, જે સતત આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, તેમનું પોષણ કરી રહ્યો છે અને તે આતંકવાદીઓને અન્ય દેશોને અસ્થિર કરવા માટે મોકલી રહ્યો છે. આ સાથે આર્યના સઈદે ભારતને અફઘાનિસ્તાનનો સાચો મિત્ર ગણાવ્યો છે.
આર્યનાએ કહ્યું કે, હું આ માટે પાકિસ્તાનને જવાબદાર માનું છું, છેલ્લા ઘણા વર્ષોથી અમે વીડિયો જોયા છે, પુરાવા જોયા છે કે, પાકિસ્તાન સતત આતંકવાદી સંગઠન તાલિબાનને મજબૂત કરી રહ્યું છે.
તાલિબાન પાછળ પાકિસ્તાન
અફઘાન પોપ સ્ટારે કહ્યું કે, જ્યારે પણ અમારી સરકાર તાલિબાનના આતંકવાદીને પકડતી અને પછી તે કોણ છે, ક્યાંથી આવે છે તે શોધી કાઢતી, ત્યારે તે પાકિસ્તાનથી આવતો હોવાનું સામે આવતું હતું. એટલા માટે તે સામાન્ય છે કે, હું પાકિસ્તાનને દોષી ઠેરવીશ અને હવે હું આશા રાખું છું કે, હવે પાકિસ્તાન અફઘાનિસ્તાનની આંતરિક બાબતો અને દખલગીરીની રાજનીતિ નહીં કરે.
આ સાથે અફઘાન પોપ સ્ટારે કહ્યું કે, તાલિબાન આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી દિશા મળે છે અને તેઓએ પાકિસ્તાન પાસેથી તાલીમ પણ લીધી છે. તાલિબાનનો બેઝ કેમ્પ પાકિસ્તાનમાં હાજર છે, જ્યાં તેમને તાલીમ આપવામાં આવે છે.
પાકિસ્તાન પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનના વિનાશ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતા અફઘાન પોપ-સ્ટોપ આર્યના સઈદે કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે, તાત્કાલિક કોઈ પણ રીતે પાકિસ્તાનને ફંડિંગ બંધ કરે, જેથી પૈસા તાલિબાન સુધી ન પહોંચે. પાકિસ્તાન પર તાત્કાલિક દબાણ વધારવું જોઈએ જેથી તાલિબાનને આર્થિક મદદ અટકાવી શકાય.
આ સાથે અફઘાન પોપ સ્ટારે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે બધાએ સાથે બેસીને અફઘાનિસ્તાનમાં શાંતિની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે, પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવશે, કારણ કે, હું માનું છું કે અત્યારે અફઘાનિસ્તાનમાં આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તેના માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે.
ભારત અફઘાનિસ્તાનનો સાચો મિત્ર છે
આ સાથે અફઘાનિસ્તાનની પોપ સ્ટાર આર્યના સઈદે ભારતને અફઘાનિસ્તાનનો સાચો મિત્ર ગણાવ્યો છે. તેમણે અફઘાનિસ્તાનને આપવામાં આવેલી તમામ મદદ માટે ભારત સરકારનો આભાર માન્યો છે.
તેમણે કહ્યું કે, ભારત હંમેશા એક સાચો મિત્ર રહ્યો છે, ભારતના લોકોએ હંમેશા અફઘાનિસ્તાનના લોકો સાથે સારો વ્યવહાર કર્યો છે, આદર આપ્યો છે અને અફઘાન શરણાર્થીઓને પણ ભારતમાં આશ્રય મળી રહ્યો છે. અફઘાનિસ્તાનના લોકો જે પહેલાથી જ રહે છે તેમને ભારતની અને ભારતના લોકોની પ્રશંસા કરી છે અને અમે ભારતના આભારી છીએ. અફઘાનિસ્તાનના લોકો વતી, હું આ મુશ્કેલ સમયમાં અમારો ખૂબ સાથ આપવા બદલ ભારત અને ભારતીયોનો આભાર વ્યક્ત કરું છું. અમે વર્ષોથી સમજ્યું છે કે એકમાત્ર સારો પડોશી દેશ ભારત છે.
#WATCH | "...I blame Pakistan. Over the yrs, we've seen videos & evidence that Pak is behind empowering Taliban. Every time our govt would catch a Talib, they'd see identification & it'd be a Pakistani, it's very obvious that it's them," says Afghan pop star Aryana Sayeed to ANI pic.twitter.com/eIBAGXvaCP
— ANI (@ANI) August 24, 2021
આર્યના સઇદ મહિલા એક્ટીવીસ્ટ પણ છે
આર્યના સઈદ અફઘાનિસ્તાનના મહિલા એક્ટીવીસ્ટ છે અને અફઘાનિસ્તાનમાં મહિલા અધિકારીઓ માટે લડતી અગ્રણી મહિલાઓમાંની એક છે. તેણે અફઘાનિસ્તાનમાં ત્રણ મુખ્ય ધારણાઓને તોડી નાખી હતી. જેમાં એવી માન્યતા હતી કે, મહિલાઓ અફઘાનિસ્તાનમાં ગીતો ગાઈ શકતી નથી, બીજી એવી હતી કે તેઓ હિજાબ વગર રહી શકતી નથી. ત્રીજી એવી હતી કે, મહિલાઓ સ્ટેડિયમમાં પ્રવેશી શકતી નથી.
આર્યના સઈદ સ્ટેડિયમમાં ઉતરીને હજારોની ભીડ સમક્ષ રોકિંગ ગીત ગાયું અને હિજાબ વગર અફઘાનિસ્તાનમાં રહી હતી. જો કે, હવે જ્યારે તાલિબાનોએ દેશ પર કબ્જો જમાવી લીધો છે, ત્યારે તેણે અફઘાનિસ્તાન છોડી દીધું છે.