આ સ્મોગ ટાવરની વિશેષતા શું છે?
આ સ્મોગ ટાવર પ્રતિ સેકન્ડ 1000 ક્યુબિક મીટર હવાને સાફ કરી શકે છે. તે કેટલું અસરકારક રહે છે તે તેના પર નિર્ભર કરે છે કે પંજાબ અને હરિયાણાથી દિલ્હી જવાના માર્ગ પર ખેતરોમાં સળગતા પરુમાંથી કેટલો ધુમાડો આવે છે. દિલ્હીમાં પ્રદૂષણ માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાયોગિક વૈજ્ઞાનિક પગલુ છે.
20 કરોડના ખર્ચે સ્મોગ ટાવર લગાવાયો
રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા હવાના પ્રદૂષણને પહોંચી વળવા ઓક્ટોબર 2020 માં દિલ્હી કેબિનેટે સ્મોગ ટાવર પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ સ્મોગ ટાવરની કિંમત 20 કરોડ રૂપિયા છે. ટાવરને દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
સ્મોગ ટાવરના પ્રભાવને લઈને સંશોધન કરાશે
એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, એક વખત સ્મોગ ટાવર કામગીરી શરૂ કરે ત્યારથી તેની અસરકારકતા ચકાસવા માટે બે વર્ષનો અભ્યાસ હાથ ધરવામાં આવશે, તેના ઓપરેશન પર નજર રાખવા માટે સ્થળ પર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
કોરોનાને કારણે સ્મોગ ટાવર મોટો શરૂ થયો
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે નિષ્ણાતો પ્રદૂષણ પર તેની અસર શોધી કાઢેે તે પછી, પરિણામોના આધારે અમે વધુ સાધનો સ્થાપિત કરવાનું નક્કી કરીશું. ગોપાલ રાયે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે સ્મોગ ટાવરના નિર્માણ કાર્યમાં વિલંબ થયો છે.