કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટમો મિઝોરમમાં આતંક, કેટલાક વિસ્તારોમાં આંશિક લોકડાઉન લંબાવાયુ!

|

હવે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો આતંક ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે રાજધાની આઇઝોલ સહિતના ઘણા ભાગોમાં આંશિક લોકડાઉન 4 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું છે. આઈઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્રતિબંધો કડક કરાયા છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ લાદવામાં આવેલા પ્રતિબંધોની સમયમર્યાદા શનિવારે સમાપ્ત થઈ રહી હતી, તેથી સરકારે તેને વધારવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આદેશ બાદ રાજધાની આઈઝોલ સહિત કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં પૂજા સ્થાનોને બંધ કરી દેવામાં આવ્યા છે. આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની બહાર કોવિડ મુક્ત વિસ્તારોમાં પૂજા સ્થાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, ડેપ્યુટી કમિશનર અને વિલેજ ટાસ્ક ફોર્સના આદેશ મુજબ તેમને કામગીરી કરવાનું કહેવામાં આવ્યું હતું. આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચર્ચ પણ બંધ રહેશે.

સરકારે તેના આદેશમાં કહ્યું છે કે રાજ્યના તમામ ભાગોમાં ધાર્મિક અને વ્યાપારિક સમ્મેલનોને મંજૂરી આપવામાં આવશે, જેમાં મહત્તમ 200 લોકો જ ભાગ લઈ શકશે. આ સિવાય ચર્ચમાં બેઠક ક્ષમતા માત્ર 50 ટકા રહેશે. બિઝનેસ મીટિંગ દિવસમાં માત્ર એક જ વાર યોજી શકાશે., જેમાં કોવિડ-19, ડાયાબિટીસ અને કેન્સરના લક્ષણો ધરાવતા લોકોને આ કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારના નવા આદેશમાં રમતગમત પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડોર ગેમ્સ 10 ખેલાડીઓની હાજરી અને 25 લોકોની હાજરી સાથે આઉટડોર ગેમ્સ યોજાઇ શકે છે. આ સિવાય માત્ર 33 ટકા ક્ષમતા સાથે જિમ ખોલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મિઝોરમમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના 115 નવા દર્દીઓ મળી આવ્યા છે. જુલાઇમાં કોરોના સંક્રમિત દર્દીઓના 151 નમૂનાઓ પશ્ચિમ બંગાળના કલ્યાણી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સમાં સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ 151 નમૂનાઓમાંથી 115 માં ડેલ્ટા વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી.

MORE મિઝોરમ NEWS  

Read more about:
English summary
Terror in Corona Delta variants Mizoram, partial lockdown prolonged!