નવી દિલ્લીઃ આજે એક વિશાળકાય ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. જે આજે બપોરે 3 વાગે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના રેકૉર્ડ મુજબ આ ઉલ્કાપિંડ એક હજાર પત્થરોનો સમૂહ છે તેને 2016 AJ193 નામ આપવામાં આવ્યુ છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીની જેમ 58 હજાર 538 mphની સ્પીડથી આગળ વધી રહ્યો છે. સ્પેસ એજન્સી નાસા સતત આના પર નજર રાખી રહી છે. જે ઝડપે એ આગળ વધી રહ્યો છે તેને જોતા ઉલ્કાપિંડ પૃથ્વીથી આજે એટલે કે 21 ઓગસ્ટે પૃથ્વી સાથે ટકરાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે શનિવારે બપોરે 3 વાગીને 10 મિનિટે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
નાસાએ જણાવ્યુ કે આ પત્થર એફિલ ટાવરથી પણ મોટો છે. આ ઉપરાંત આની સાઈઝ સામે દૂબઈનુ બુર્જ ખલીફા પણ નાનુ પડી જશે. આ ઉપરાંત એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી ત્રણ ગણુ મોટુ છે. આ પત્થર પર વૈજ્ઞાનિકની નજર જાન્યુઆરી 2016થી હતી. આ ઉલ્કાપિંડ ત્યારથી પૃથ્વી તરફ વળી ગયો છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જો પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પત્થર પર અસર થઈ તો એ ધરતી સાથે ટકરાઈ શકે છે અને જો ન થયુ તો તે પૃથ્વીની નજીકથી પસાર થઈ જશે. કરોડો વર્ષોથી પૃથ્વી પર ઘણા પ્રકારના ફેરફાર થતા આવ્યા છે.
કહેવામાં આવે છે કે પૃથ્વી પાસેથી એક ખૂબ મોટો ઉલ્કાપિંડ ટકરાયો હતો ત્યારબાદ ડાયનોસોર ખતમ થઈ ગયા હતા. અત્યાર સુધીમાં ઘણી વાર પૃથ્વી સાથે ઉલ્કાપિંડ ટકરાયા છે. કોરોના કાળમાં પણ આવા ઘણા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઈ ચૂક્યા છે જે વિનાશ સર્જી શકતા હતા. આ ઉલ્કાપિંડોના કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે. નાસાએ હવે ફરીવાર જણાવ્યુ છે કે આજે એટલે કે 21 ઓગસ્ટે પૃથ્વીની નજીકથી એક ઉલ્કાપિંડ પસાર થવાનો છે જે પૃથ્વી સાથે ટકરાયો તો વિનાશ સર્જી શકે છે.