વૃદ્ધ મહિલાનુ નામ છે સીસિલિયા માર્ગરેટ લૉરેન્સ
આ વીડિયો બેંગલુરુનો છે જ્યાંના સદાશિવનગર વિસ્તારમાં આ વૃદ્ધ મહિલા કચરો વીણવાનુ કામ કરે છે. તે જણાવી રહી છે કે તે 7 વર્ષ સુધી જાપાનમાં કામ કરી ચૂકી છે. તેણે પોતાનુ નામ સીસિલિયા માર્ગારેટ લૉરેન્સ જણાવ્યુ છે. વાત કરતા-કરતા તે વચમાં ગીતો પણ ગાવા લાગે છે. એટલુ જ નહિ તેણે એ પણ કહ્યુ કે તે એક કલાકાર છે અને પહેલા મૉડલિંગ કરી ચૂકી છે અને હાલમાં અહીં કચરો વીણવાનુ કામ કરે છે.
|
વૃદ્ધ મહિલાએ સૌને ચોંકાવ્યા
જ્યારે શચીના હેગર તેને પૂછે છે કે તમે અહીં એકલા રહો છો ત્યારે એ જવાબ આપે છે જેને સાંભળ્યા બાદ શચીના હેગરે તેને સૉરી કહેવુ પડ્યુ. વાસ્તવમાં એકલા રહેવાના સવાલ બાદ તે મહિલા તરત મધર મેરીના ફોટાને બતાવે છે અને કહે છે, જે આમની સાથે રહે છે, તે શું ક્યારેય એકલા હોઈ શકે છે, જેના પર શચીનાએ તેની માફી માંગવી પડે છે.
|
દર્દભરી કહાનીઓ આપણી ચારે તરફ હોય છે
શચીના હેગરે આ વીડિયો શેર કરીને લખ્યુ કે કહાનીઓ હંમેશા આપણી આસપાસ હોય છે. તમારે બસ એટલુ કરવાનુ છે કે અટકો અને ચારે તરફ જુઓ. અમુક સુંદર તો અમુક દર્દભરી પરંતુ ફૂલો વિનાની જિંદગી શું છે... આ વીડિયોને અત્યાર સુધી 18,427 લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.