વૉશિંગ્ટનઃ અફઘાનિસ્તાનથી જે રીતે અમેરિકાએ પોતાના સૈનિક પાછા બોલાવી લીધા તેને લઈને અમેરિકાને સતત વિશ્વ સમુદાયથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ એક વાર ફરીથી જો બાઈડને પોતાના નિર્ણયનો બચાવ કરીને કહ્યુ કે અફઘાનિસ્તાનથી જ્યારે પણ સેનાને પાછી બોલાવવામાં આવતી ત્યારે અફડા-તફડી મચવાની જ હતી. અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને પાછા બોલાવ્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં જો બાઈડેને અફઘાનિસ્તાનમાં મચેલી અફડા-તફડી અને અફઘાન સેનાના સરેન્ડર માટે અફઘાનિસ્તાનના નેતાઓને જવાબદાર ગણાવ્યા છે.
બાઈડને કહ્યુ કે મને એવુ નથી લાગતુ કે અફઘાનિસ્તાનની સ્થિતિને આ રીતે હેન્ડલ કરી શકાતી હતી કે અમે કહીએ કે અમે પોતાની સેનાને પાછી બોલાવી રહ્યા છે, હવે તમે સ્થિતિ સંભાળો અને કોઈ પણ પ્રકારની અફડાતફડી ન થાય. મને નથી લાગતુ કે એવી કોઈ રીત હતી કે અમે સેનાને પાછી બોલાવતા અને કોઈ પણ પ્રકારની અફડાતફડી ના થાત. મને નથી ખબર આવુ કેવી રીતે કરી શકાતુ હતુ.
નોંધનીય વાત એ છે કે જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યુ છે તે બાદથી જ બાઈડનની ટીકા થઈ રહી છે. અફઘાનિસ્તાને અમેરિકી સેના પાછી આવ્યા બાદ અફઘાનની સરકાર પડી ગઈ, રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. અફઘાનિસ્તાનના છેલ્લા અમુક દિવસના જે વીડિયો ફૂટેજ અને ફોટા સામે આવ્યા તે હ્રદય કંપાવી દેનાર છે. લોકો જીવ હથેળીમાં લઈને અફઘાનિસ્તાનથી ભાગવાની કોશિશ કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે મને નથી લાગતુ કે અફઘાનિસ્તાનમાં અમારી હાર થઈ છે. હું બસ એ કહેવા માંગુ છુ કે અમારી પાસે આ જ સરળ વિકલ્પ હતો. જ્યારે જ્યારે તમારી પાસે અફઘાનિસ્તાનની સરકાર હતી તો અફઘાનિસ્તાનના નેતા ફ્લાઈટમાં બેસે છે અને બીજા દેશમાં જતા રહે છે. જ્યારે તમે આ રીતે અફઘાનિસ્તાનની સેનાને પડતા જુઓ છો એ પણ ત્યારે જ્યારે અમે ત્રણ લાખ અફઘાની સૈનિકોને તૈયાર કર્યા હતા. અમે તેમને એમના હથિયાર આપ્યા અને અમે ત્યાંથી પાછા આવી ગયા, આ જ બન્યુ છે અફઘાનિસ્તાનમાં.