નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાનુ જોખમ હજુ પણ સતત યથાવત છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36401 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 39157 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,15,25,080 કોરોનાના દર્દી રિકવર થઈ ચૂક્યા છે. હાલમાં ભારતમાં કોરોનાના 364129 સક્રિય કેસ છે કે જે છેલ્લા 149 દિવસોમાં સૌથી ઓછા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 530 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મરનારની સંખ્યા 433049 સુધી પહોંચી ગઈ છે.
કોરોના સામે સૌથી કારગર હથિયાર કોરોનાની વેક્સીન છે જેને લગાવવાનુ અભિયાન દેશમાં ઝડપથી ચાલી રહ્યુ છે અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સીનના 56,64,88,433 ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. બુધવારે 5636336 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. દેશમાં કોવિડ-19 ટેસ્ટિંગ પ્રોટોકૉલ તૈયાર કરવામાં મોટી ભૂમિકા નિભાવનાર ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે 50 કરોડથી વધુનો આંકડો બુધવારે પાર કરી લીધો છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં પ્રતિદિન 17 લાખથી વધુ સરેરાશ તપાસ સાથે દેશભરમાં 50 કરોડ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. ભારતને અંતિમ 10 કરોડ ટેસ્ટનો લક્ષ્ય માત્ર 55 દિવસોમાં પૂરો કર્યો. 18 ઓગસ્ટે કુલ 18,73,757 સેમ્પલ ટેસ્ટ કર્યા ત્યાબાદ કુલ ટેસ્ટીંગનો આંકડો 50 કરોડ 3 લાખ 840 સુધી પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં કોવિડ-19ના 36 નવા કેસ સામે આવ્યા છે અને ચાર દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. વળી, સંક્રમણનો દર ઘટીને 0.05 ટકા પર આવી ગયો. બુધવારે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દિલ્લીમાં મહામારીથી મોતનો આંકડો 25,077 થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી સંક્રમિત વધુ એક વ્યક્તિનુ મોત થયુ છે. રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધી મરનારની સંખ્યા વધીને 22787 થઈ ગઈ છે.