કોલકત્તાઃ કોલકત્તા હાઈકોર્ટ આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની કથિત હિંસાની નિષ્પક્ષ તપાસ કરાવતી ઘણી જનહિત અરજીઓ પર ચુકાદો સંભળાવશે. હાઈકોર્ટ દ્વારા બુધવારે જાહેર કરાયેલ એક યાદી અનુસાર કાર્યવાહક ચીફ જસ્ટીસ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠ આ કેસમાં ચુકાદો સંભળાવશે. પીઠે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ(એનએસઆરસી) અધ્યક્ષને ચૂંટણી પછીની હિંસા દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો. પેનલે પોતાના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષી ગણાવી હતી અને તેને બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. તેણે કહ્યુ હતુ કે કેસની સુનાવણી રાજ્યની બહાર કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે 3 ઓગસ્ટે હાઈકોર્ટે કેસ સાથે જોડાયેલી જનહિત અરજીઓ પર આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. જનહિત અરજીઓ પર સુનાવણી કરનારી પાંચ ન્યાયાધીશોની પીઠના નિર્દેશ પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ(એનએસઆરસી) અધ્યક્ષ દ્વારા રચિત સાત તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓની તપાસ કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ)ને સોંપવાની ભલામણ કરી છે અને આ કેસોની સુનાવણી રાજ્યની બહાર હોવી જોઈએ. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને જજ જસ્ટીસ આઈપી મુખર્જી, જજ જસ્ટીસ હરીશ ટંડન, જજ જસ્ટીસ સોમેન સેન અને જજ જસ્ટીસ સુબ્રત તાલુકદારની પીઠે આ કેસની સુનાવણી કરી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2મેના રોજ પૂર્ણ થયેલ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સીએમ મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ મોટી જીત મેળવી હતી. 293 સીટો પર થયેલ ચૂંટણીમાં પાર્ટીના ખાતામાં 213 સીટો આવી હતી. વળી, ભાજપને 77 સીટો પર જીત મળી હતી. રાજ્યમાં હિંસાના સમાચારો આવ્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ વિસ્તારોની મુલાકાત લીધી હતી.