લખનઉ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં કેબ ડ્રાઈવરને માર મારવાના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ પોલીસે 18 દિવસમાં કોર્ટમાં દાખલ કરી છે. કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં લખનઉ પોલીસે પ્રિયદર્શિની નારાયણ યાદવ સામે હુમલો, ધમકી, અપમાન અને તોડફોડની કલમો લગાવી છે. કેબ ડ્રાઈવરને 22 થપ્પડ મારનારી પ્રિયદર્શિની સમાધાન કરવા માંગે છે, પરંતુ કેબ ડ્રાઈવર સાદાત અલીએ સમાધાન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
મારપીટ, અભદ્રતા, તોડફોડ અને ધમકી
ઈન્ટરનેટ મીડિયા પર સનસનાટીભર્યા બનેલી આ ઘટનાની તપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જીતેન્દ્ર કુમાર સિંહને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ઈન્સ્પેક્ટરે પ્રિયદર્શિની સામે હુમલો, ધમકી, દુર્વ્યવહાર અને તોડફોડની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપી છોકરી સામે 2 ઓગસ્ટના રોજ લૂંટ અને તોડફોડની કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. તપાસમાં પોલીસને લૂંટના આરોપો પાયાવિહોણા જણાયા હતા, જેને ટ્રાયલમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. જો કે, તપાસ CCTV ફૂટેજની ચકાસણી, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને ત્યાં હાજર કોન્સ્ટેબલ અને હોમગાર્ડના નિવેદનોના આધારે કરવામાં આવી હતી. આ દરમિયાન મારપીટ, અભદ્રતા, તોડફોડ અને ધમકીની બાબત પ્રકાશમાં આવી હતી.
શું છે Lucknow Girl case?
લખનઉના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બરબીરવા આંતરછેદ પર 30 જુલાઈની રાત્રે યુવતી પ્રિયદર્શિની યાદવે રસ્તા પર કેબ ડ્રાઈવર સાદાત અલીન ઢોર માર માર્યો હતો. યુવતીએ ડ્રાઈવરને એક પછી એક એમ કુલ 22 થપ્પડ મારી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. ઘટનાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. જ્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, તો યુવતી તેમની સાથે પણ લડાઇ કરવા લાગી હતી. એટલું જ નહીં, યુવતીએ તેમાંથી એકને વ્યક્તિને થપ્પડ પણ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.
ત્રણ પોલીસકર્મીઓ પણ ફસાયા
આ મામલે સ્ટેશન ઇન્ચાર્જ સહિત સબ ઇન્સ્પેક્ટર અને ચોકી ઇન્ચાર્જને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેશ દુબે, સબ-ઇન્સ્પેક્ટર મન્નાન અને ચોકીના ઇન્ચાર્જ ભોલા ખેડા હરેન્દ્ર સિંહને લાઇન પર તૈનાત કરવામાં આવ્યા હતા. સ્ટેશન ઇન્ચાર્જ પર તેના ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે, જ્યારે ચોકીના ઇન્ચાર્જ પર કેબ ડ્રાઇવર સાદાત અલી દ્વારા 10,000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. ચોકીના પ્રભારી અને સ્ટેશન પ્રભારીએ એકબીજા પર માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો છે. ADCP સેન્ટ્રલ ઝોન ચિરંજીવી નાથ સિન્હા આ મામલાની તપાસ કરી રહ્યા છે.