હાલમાં કર્ણાટક હાઇકોર્ટમાં જજ ન્યાયમૂર્તિ નાગરથના એ ત્રણ મહિલા ન્યાયાધીશોમાં શામેલ છે, જેમના નામ મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે શોર્ટલીસ્ટ કર્યા હતા. ન્યાયમૂર્તિ બીવી નાગરથનાએ બેંગલોરમાં વકીલ તરીકે પોતાની કારકિર્દિની શરૂઆત કરી હતી અને ફેબ્રુઆરી, 2008માં હાઈકોર્ટમાં એડિશન ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
બે વર્ષ બાદ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ બીવી નાગરથના વર્ષ 2027માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાની તૈયારીમાં છે.
જસ્ટિસ નાગરથનાના પિતા ઇએસ વેંકટારમૈયા વર્ષ 1989માં લગભગ છ મહિના માટે CJI હતા. જો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો વર્ષ 2027માં જસ્ટિસ નાગરથના એક મહિનાથી પણ ઓછા સમય માટે CJI રહેશે.
નવેમ્બર 2009માં જસ્ટિસ નાગરથના કર્ણાટક હાઈકોર્ટના અન્ય બે ન્યાયાધીશો સાથે વિરોધ કરનારા વકીલોના સમૂહ દ્વારા કોર્ટ રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ નાગરથના પરિસ્થિતિનો સામનો બહાદુરી પૂર્વકકર્યો હતો. આ અંગે જસ્ટિસ નાગરથનાએ જણાવ્યું કે, અમે ગુસ્સે નથી, પરંતુ અમે દુઃખી છીએ કે બાર દ્વારા અમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે, તે માથું શરમથી ઝુકી જાયા તેવું છે.
વર્ષ 2012માં જસ્ટિસ નાગરથનાએ ઇલેક્ટ્રોનિક મીડિયાને નિયંત્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ નાગરથનાએ પોતાના ચુકાદામાં નોંધ્યું કે, જ્યારે માહિતીનો સત્ય પ્રસાર કોઈપણ પ્રસારણ ચેનલની આવશ્યક આવશ્યકતા છે, ત્યારે 'બ્રેકિંગ ન્યૂઝ', 'ફ્લેશ ન્યૂઝ' અથવા અન્ય કોઇ સ્વરૂપને રોકવું જોઇએ.
બ્રોડકાસ્ટ મીડિયાને નિયંત્રિત કરવા માટે સ્વાયત્ત અને વૈધાનિક તંત્રની સ્થાપના કરવા વિચારણા કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરતી વખતે જસ્ટિસ નાગરથનાએ સ્પષ્ટતા કરી હતી કે, નિયમનનો ખ્યાલ સરકાર અથવા જે સત્તાઓ દ્વારા નિયંત્રિત થાય છે, તેનો અર્થ સમજી શકાય નહીં.
વર્ષ 2019માં જસ્ટિસ નાગરથનાએ ચુકાદો આપ્યો હતો કે, મંદિર "વ્યાપારી સ્થાપના" નથી અને તેથી કર્ણાટકના મંદિરના કર્મચારીઓ પેમેન્ટ્સ ઓફ ગ્રેચ્યુટી એક્ટ હેઠળ ગ્રેચ્યુઇટીના હકદાર નથી.
જસ્ટિસ નાગરથનાએ જણાવ્યું હતું કે, મંદિરનો કર્મચારી કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ગ્રેચ્યુઇટી લાભો માટે હકદાર રહેશે, જે રાજ્યમાં ઘડવામાં આવેલ વિશેષ કાયદો છે અને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ નથી.