નવી દિલ્લીઃ પાકિસ્તાનમાં મહારાજા રંજીત સિંહની મૂર્તિ તોડવાના વિરોધમાં આજે દિલ્લીમાં પાકિસ્તાની ઉચ્યાયોગ સામે ભાજપના દિલ્લી એકમે વિરોધ પ્રદર્શન કર્યુ. આના પર દિલ્લી ભાજપના પ્રમુખ આદેશ ગુપ્તાએ કહ્યુ કે જે લોકોએ લાહોરમાં મહારાજા રંજીત સિંહની મૂર્તિ તોડી છે તેમની ધરપકડ થવી જોઈએ. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ મહારાજા રંજીત સિંહની પ્રતિમા તોડવાની નિંદા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં સતત મહારાજા રંજીત સિંહની પ્રતિમા તોડવી અત્યંત નિંદનીય છે. પાકિસ્તાને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ફરીથી આવી ઘટના ન બને.
જેપી નડ્ડાએ કરી નિંદા
નડ્ડાએ વધુમાં કહ્યુ કે હિંદુઓ અને સિખોની રક્ષા કરવામાં પાકિસ્તાનનો રેકૉર્ડ આપમ પણ ખૂબ નિરાશાજનક છે. અમે માંગ કરીએ છીએ કે આ જધન્ય હુમલાના દોષિતોને સજા આપવામાં આવે અને પ્રતિમાને તેના પૂરા ગૌરવ અને સમ્માન સાથે ફરીથી લગાવવામાં આવે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનને પણ આત્મમંથન કરવુ જોઈએ કે આવા તત્વો ત્યાં ખુલ્લે આમ કેમ ફરે છે અને સામાજિક તાણાં-વાણાંને નષ્ટ કરે છે. જેપી નડ્ડાએ કહ્યુ કે એક રાષ્ટ્ર જે વિવિધ ધર્મો સાથે સંબંધિત લોકોની સુરક્ષાની ગેરેન્ટી ના આપી શકે તેના કદાચ જ માનવીય મૂલ્યો પર ખરા ઉતરવાની આશા કરી શકાય છે.
ત્રીજી વાર તોડવામાં આવી મહારાજા રંજીત સિંહની પ્રતિમા
ઉલ્લેખનીય છે કે મહારાજા રંજીત સિંહ 19મી સદીના સિખ રાજા હતા. આ ત્રીજી વાર છે જ્યારે લાહોરમાં મહારાજા રંજીત સિંહની પ્રતિમા તોડવામાં આવી છે. એક કટ્ટરપંથી પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન(ટીએલપી)ના એક સભ્યએ લાહોર કિલ્લામાં રણજીત સિંહની પ્રતિમાને તોડી છે. આ પહેલા બે વાર રંજીત સિંહની મૂર્તિને તોડવામાં આવી ચૂકી છે. આ મૂર્તિનુ અનાવરણ જૂન 2019માં લાહેરમાં માઈ ઝિંદા હવેલીમાં કરવામાં આવ્યુ હતુ. આ પહેલા ઓગસ્ટ 2019માં કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ દ્વારા મૂર્તિ તોડવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી ગયા વર્ષે ડિસેમ્બરમાં મૂર્તિને તોડવામાં આવી.