યુવતીનો શરાબી ડાંસ વાયરલ
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારુની બોટલ હાથમાં લઈને ડાંસ કરતો છોકરો નહિ પરંતુ એક છોકરી છે. એવુ બહુ ઓછુ બનતુ હોય છે જ્યારે તમને લગ્નોમાં છોકરીઓને શરાબી ડાંસ કરતી જુઓ. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર આવો જ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને યુઝર પણ કમેન્ટ કર્યા વિના રહી નથી શકતા.
'દો ઘૂંટ પિલા દે સાખિયા...'
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લગ્નમાં યુવતી ડીજે પર દારુની બોટલ લઈને પોતાના જ અંદાજમાં મસ્ત બનીને ડાંસ કરી રહી છે. બ્લેક ડ્રેસ પહેરેલી યુવતીના હાથમાં દારુની બોટલ છે અને તે 'દો ઘૂંટ પિલા દે સાખિયા...' ગીત પર દારુડિયાના અંદાજમાં ડૂબીને મસ્ત છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે આ ડાંસ
જો કે યુવતી કોઈ પ્રકારના નશામાં નથી પરંતુ તેનો ડાંસ એવો છે કે જાણે તેણે આખી બોટલ ખતમ કરી દીધુ હોય. વળી, યુવતીનો ડાંસ જોઈને ત્યાં હાજર પરિવારના લોકો તેના પર પૈસા પણ ફેંકી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સ્માઈલ અરોરા ઑફિશિયલ ઈન્સ્ટા પેજથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. પ્રોફાઈલ મુજબ સ્માઈલ અરોરા વીડિયો ક્રિએટર છે.
ડાંસના બે વીડિયો કર્યા શેર
સ્માઈલ અરોરા ઑફિશિયલ પેજ રોહતક હરિયાણાનો છે જેનાથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે જેના કેપ્શનમાં તેણે લખ્યુ છે શું આવો ડાંસ ક્યારેય કોઈ ફેમિલી ફંક્શનમાં કર્યો છે. વળી, બીજો વીડિયો 6 દિવસ જૂનો છે જેના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે ડિમાન્ડ પર પાર્ટ-2, આવતી વખતે તમે બધા પણ આવો ડાંસ ટ્રાય કરજો. વળી, યુઝર પણ આ ડાંસ પર જોરદાર કમેન્ટની મઝા લઈ રહ્યા છે.