બરાક ઓબામાની તાલિબાન અને અફઘાનિસ્તાન પર મૌન માટે ટીકા થઈ રહી છે
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એવું પણ લખ્યું છે કે, અમેરિકન મતદારો થોડા સમય બાદ બાઇડનના આ નિર્ણયનો અફસોસ કરશે. અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ચર્ચામાં આવ્યા છે. બરાક ઓબામાની તાલિબાન અને અફઘાનિસ્તાન પર મૌન માટે ટીકા થઈ રહી છે.મામલો એટલો આગળ વધી ગયો કે, બરાક ઓબામાએ પોતાનો ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દેવાની ફરજ પડી છે.
'અફઘાનોને મદદ કરો' આ સાંભળ્યા બાદ ઓબામાએ ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ સેક્શન બંધ કર્યું
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર કોમેન્ટ સેક્શનને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. તેમના ફોલોઅર્સે લાખોની સંખ્યામાં કોમેન્ટ કરી હતી કે, 'કૃપા કરીને અફઘાનની મદદ કરો. તેમને અત્યારે મદદની જરૂર છે, જેના જવાબમાં બરાક ઓબામાએ કોમેન્ટ સેક્શન બંધ કરી દીધુ હતું.
બરાક ઓબામા તેમજ તેમની પત્ની મિશેલ ઓબામાને સેંકડો લોકોએ તાલિબાનથી અફઘાનને બચાવવા માટે વિનંતી કરી હતી. જે બાદ સોમવારની સવારે બરાક ઓબામા અને મિશેલ ઓબામાનો ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ સેક્શન લગભગ 2 કલાક માટે બંધ હતો. જો કે કોમેન્ટ સેક્શન તે જ દિવસે સાંજે ફરી ઓપન કરવામાં આવ્યો હતો.
'જો તમે ચૂપ રહો તો અફઘાનોનું લોહી તમારા હાથમાં પણ લાગશે'
ઇન્સ્ટાગ્રામ પર બરાક ઓબામાની સૌથી તાજેતરની પોસ્ટ એક વીડિયો ક્લિપ છે, જે વિવિધ મતવિસ્તારોમાં મતદાન મર્યાદા સાથે સંબંધિત છે. આ પોસ્ટ પર લોકોએઓબામાને અપીલ કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનને તમારી મદદની જરૂર છે. કૃપા કરીને અફઘાનિસ્તાનને મદદ કરો.
અન્ય એક યુઝરે લખ્યું, અફઘાનોનું લોહી પણ તે લોકોના હાથમાં હશે જેઓ જુલમ સામે ચૂપ રહ્યા અને તાલિબાન સાથે મિત્રતા કરી છે. અન્ય એક યુઝરે લખ્યું કે,ઇતિહાસ તમારા ગુનાને ભૂલશે નહીં. આ સાથે આ યુઝર્સે કોમેન્ટમાં #help_afghanistan અને #afghanistanisbleeding હેશટેગનો ઉપયોગકર્યો હતો.
બરાક ઓબામા અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ પર મૌન
ઉલ્લેખનીય છે કે, ઓબામાએ અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને લઈને હજૂ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. બરાક ઓબામાએ તાલિબાનની ક્રિયાઓ અનેઅફઘાનિસ્તાનના સંરક્ષણ અંગે હજૂ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઓબામાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારો આ કરવાનો કોઈ ઈરાદો ન હતો. જો કે, પ્રવક્તાએઓબામાના પેજ પર કોમેન્ટ સેક્શન કેમ બંધ છે? તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
ઓબામાએ બાઇડેનના નિર્ણયની પ્રશંસા કરી હતી
પ્રવક્તાએ કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ અફઘાનિસ્તાન પર "વધુ કોઈ ટિપ્પણી" કરી નથી. એપ્રિલમાં એક નિવેદનમાં ઓબામાએ અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈનિકોને પરત બોલાવવાના નિર્ણય બદલ જો બાઇડેનના "હિંમતવાન નેતૃત્વ"ની પ્રશંસા કરી હતી.
"આ અફઘાનિસ્તાનમાં લાંબો અને મુશ્કેલ સંઘર્ષ રહ્યો છે" ઓબામાએ કહ્યું, "જે અમારા ઇતિહાસમાં અમેરિકન વતન પરના સૌથી ભયંકર આતંકવાદી હુમલાનો અમારો પ્રતિભાવ હતો. અફઘાનિસ્તાનના લોકોને તાલીમ અને સમર્થન આપવું એ અમારુ લક્ષ્ય હતું, પરંતુ હવે અફઘાન પોતાનો બચાવ કરી શકે છે."